13 July Rain Alert : હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ 14 જુલાઈ થી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઈથી તેની અસર જોવા મળશે. આ વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને અસર કરે તેવી શક્યતા છે.
13 July Rain Alert
આવતીકાલે ક્યાં વરસાદની આગાહી
આવતીકાલે 13 જુલાઈએ અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે વરસાદની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યની રાજધાની અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 12 થી 18 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.