14 July Rain Alert : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમું પડેલું ચોમાસું શનિવારથી ફરી ગતિ પકડી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ ફરી શરૂ થશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેના કારણે 2 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે.
14 July Rain Alert
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં બીજી વરસાદી સિસ્ટમના કારણે, ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલે ગુજરાત માટે મોટી આગાહી કરી છે, તેમણે કહ્યું કે આ સિસ્ટમ 14 અને 15 જુલાઈએ રાજસ્થાનના કેટલાક ભાગોમાં જશે. 17 અને 18 જુલાઈએ સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ વધતાં ત્યાં વરસાદ પડશે. જોકે, 18 અને 19 જુલાઈએ વરસાદની તીવ્રતા ઓછી થશે. 22 જુલાઈએ લો પ્રેશર સિસ્ટમ બનતાં વરસાદ વધશે. બીજી સિસ્ટમને કારણે, 23 થી 30 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. 26 થી 30 જુલાઈ સુધી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડશે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. આજથી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે. ચોમાસાની ખાડી પસાર થતાં સૂરજગઢમાં ભારે વરસાદનો એક રાઉન્ડ આવ્યો છે. અમદાવાદમાં પણ વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
24 કલાકમાં રાજ્યના 121 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. 24 કલાકમાં રાજ્યના 121 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મોડી રાતથી બનાસકાંઠામાં મેઘરાજાએ બેટિંગ ચાલુ કરી છે. બનાસકાંઠાના દાંતીવાડામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ પાલનપુરમાં 4.5 ઇંચ, ડીસામાં 3.75 ઇંચ, ભાવનગરના ઉમરડા, પાલિતાણામાં 3 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 2.5 ઇંચ, ગીરસોમનાથના ઉનામાં 2.25 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ ધ્રાંગધ્રા, ગઢડા, કપરાડામાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીના 49 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આવતીકાલે ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગે IMD 14-15 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં પઓરેંજ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ અને વીજળી સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 16 જુલાઈના રોજ હવામાન વિભાગે બનાસકાંઠા અને સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અંગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
PM Kisan 20th Installment : આ તારીખે જમા થશે PM-KISAN નો 20મો હપ્તો! જાણો લેટેસ્ટ અપડેટ્સ