25 July Rain Alert : ગુજરાતમાં ફરી ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થતો આવે છે, ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે ગુજરાતમાં ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 39 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
25 July Rain Alert
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 25 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે હવામાન વિભાગે માછીમારોને 25 થી 29 જુલાઈ સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે જુલાઈના અંતમાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે. ત્યારબાદ, વરસાદ લાંબા વિરામ પર જઈ શકે છે.
આવતીકાલે ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ આવતીકાલે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો જેવા કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.