26 July Rain Alert : ગુજરાતમાં ફરી ધીમે ધીમે વરસાદ માહોલ જામતો જાય છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના લીધે મધ્યમ થી ભારે વરસાદ પડી શકે છે. આગાહી મુજબ, આગામી દિવસોમાં એટલે કે જુલાઈના અંતમાં ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની શક્યતા છે.
26 July Rain Alert
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ચીનમાં આવેલા ચક્રવાતને કારણે ગુજરાતમાં પણ ભારે વરસાદ આવશે. 27 થી 29 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ સાથે 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી જશે. 2 ઓગસ્ટ સુધીમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે.
આગામી ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેના કારણે આખા મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ગુજરાતમાં ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આવતીકાલે ક્યાં વરસાદની આગાહી
26 જુલાઈએ એટલે કે આવતીકાલે અમરેલી, સુરત, તાપી, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.