VMC Recruitment 2025 : વડોદરામાં પરીક્ષા વગર લાખ રૂપિયા સુધીના પગાર વાળી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, વાંચો માહિતી

By pareshrock13@gmail.com

Published on:

VMC Recruitment 2025
WhatsApp Group Join Now
Telegram Group Join Now

VMC Recruitment 2025 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, ઇન્ટરવ્યુની તારીખ અને સમય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખ છેલ્લે સુધી વાચવો.

VMC Recruitment 2025 : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે, અહીં વડોદરામાં જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક છે. વડોદરા મ્યુનિસિપાલિટીએ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં સબ ઓફિસર અને સ્ટેશન ઓફિસની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. એક સાથે, સંસ્થાએ કુલ 15 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

VMC Recruitment 2025 મહત્વની વિગતો

સંસ્થાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)
વિભાગફાયર વિભાગ
પોસ્ટસ્ટેશન ઓફિસર અને સબ ઓફિસર
જગ્યા15 અંદાજીત
વયમર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ14-2-2025
ક્યાં અરજી કરવીwww.vmc.gov.in

VMC Recruitment 2025 પોસ્ટની વિગતો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગમાં સબ ઓફિસર અને સ્ટેશન ઓફિસરની અંદાજે 15 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

પોસ્ટજગ્યા
સબ ઓફિસર10
સ્ટેશન ઓફિસર5

VMC Recruitment 2025 શૈક્ષણિક લાયકાત અને અનુભવ

સબ ઓફિસર

સબ ઓફિસર કોર્સ અથવા તેની સમકક્ષ સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હોવો જોઈએ.

સ્ટેશન ઓફિસર

  • ઉમેદવાર ગ્રેજ્યુએશન પાસ હોવો જોઈએ.
  • નેશનલ ફાયર સર્વિસ કોલેજની સબ ઓફિસર અથવા સ્ટેશન ઓફિસરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
  • સબ ઓફિસર કોર્સ અથવા તે પહેલાં સફળતાપૂર્વક પાસ કર્યા પછી ફાયર સર્વિસ સંબંધિત કેડરમાં ત્રણ વર્ષનો કામ કરવાનો અનુભવ.
  • હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે.
  • ગુજરાતી અને હિન્દી ભાષામાં વાંચન અને લેખનનું જ્ઞાન હોવું જરૂરી છે.

VMC Recruitment 2025 વય મર્યાદા

સબ ઓફિસર – મહત્તમ ઉંમર 30 વર્ષ
સ્ટેશન ઓફિસર – મહત્તમ ઉંમર 35 વર્ષ

VMC Recruitment 2025 પગાર ધોરણ

સબ ઓફિસર માટે પગાર ધોરણ

પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 40,800 માસિક ફિક્સ પગાર
ત્યારબાદ, કામગીરીની સંતોષકારક પૂર્ણતા પર, નિયમો અનુસાર 7મા પગાર પંચ મુજબ લેવલ 6 (પે મેટ્રિક્સ ₹35,400-₹1,12,400) થી ફિક્સ પગાર ધોરણમાં સમાવેશ કરવા માટે વિચારણા કરવામાં આવશે.

સ્ટેશન ઓફિસર માટે પગાર ધોરણ

પ્રથમ ત્રણ વર્ષ માટે ₹49,600 માસિક ફિક્સ પગાર
ત્યારબાદ, કામગીરીની સંતોષકારક પૂર્ણતા પર, નિયમો અનુસાર 7મા પગાર પંચ મુજબ લેવલ 7 (પે મેટ્રિક્સ ₹ 39,900-₹ 1,26,600) થી ફિક્સ પગાર ધોરણમાં સમાવેશ કરવા માટે વિચારણા કરવામાં આવશે.

VMC Recruitment 2025 કેવી રીતે અરજી કરવી?

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.vmc.gov.in ની મુલાકાત લો.

અહીં ભરતી વિભાગમાં જાઓ અને ઓનલાઈન અરજી કરો.

અહીં અરજી ફોર્મમાં વિગતો કાળજીપૂર્વક ભરો.

એપ્લિકેશન ભર્યા પછી, અંતિમ સબમિશન પછી પ્રિન્ટ આઉટ લો.

ખાસ નોંધ : ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી હેઠળ વય, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખથી ધ્યાનમાં લેવામાં આવશે. અરજી કરતા પહેલા આ લેખમાં આપેલ સૂચના ધ્યાનથી વાંચો.

આ પણ વાંચો : 🔴પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો : જાણો ક્યારે આવશે 19 મો હપ્તો ?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close