Gujarat Monsoon 2025 : આંદામાન અને નિકોબારમાં ચોમાસુ 10 દિવસ વહેલું બેસશે. હવામાનશાસ્ત્રી આથ્રેયા શેટ્ટીની ચોમાસા અંગેની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. દેશમાં ચોમાસું વહેલું બેસશે. આંદામાન અને નિકોબારમાં ચોમાસું 10 દિવસ વહેલું બેસશે. હવામાનશાસ્ત્રી આથ્રેયા શેટ્ટીની ચોમાસા અંગેની આગાહી કરવામાં આવી છે. તેમણે કેરળમાં ચોમાસાની શરૂઆત અને ગુજરાતમાં વરસાદી ઋતુના આગમન વિશે પણ માહિતી આપી છે.
Gujarat Monsoon 2025
અથ્રેયા શેટ્ટીની આગાહી
હવામાનશાસ્ત્રી અથ્રેયા શેટ્ટીએ જણાવ્યું હતું કે કેરળમાં ચોમાસુ 24 મેના રોજ આવી શકે છે. જ્યારે આગાહીમાં 2 દિવસનો વધારો કે ઘટાડો થઈ શકે છે. ગુજરાતમાં પણ ચોમાસુ સમયસર આવી શકે છે. હાલમાં ગુજરાત માટે ચોક્કસ તારીખ નક્કી કરવી મુશ્કેલ છે. એકવાર ચોમાસુ કેરળ પહોંચી જાય, પછી ચોક્કસ અંદાજ લગાવી શકાય છે.
અગાઉ, અથ્રેયા શેટ્ટીએ 26 માર્ચે ચોમાસા માટે પ્રાથમિક આગાહી જાહેર કરી હતી. તેમણે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા દર્શાવી હતી. નોંધનીય છે કે આંદામાન અને નિકોબારમાં ચોમાસાના બેસવાની સામાન્ય તારીખ 19 મે છે. જ્યારે કેરળમાં સામાન્ય તારીખ 1 જૂન છે.
તેમણે કહ્યું કે છેલ્લા ચાર મહિનાથી નબળી લા નીના સ્થિતિ ચાલી રહી છે, હાલમાં ENSO તટસ્થ છે. આ આગાહી સમયગાળા દરમિયાન, JJAS મુજબ ENSO SST તટસ્થ રહેશે, જ્યારે નબળી લા નીના સ્થિતિ જૂન સુધી તેવી જ રહેવાની ધારણા છે. આ વર્ષે ચોમાસા પર અલ નીનોનો કોઈ ખતરો નથી. હાલમાં IOD તટસ્થ છે. આમ, ઓછામાં ઓછા જુલાઈ સુધી ચોમાસા પર મોટી નકારાત્મક અસર જોવા મળે તેવી અપેક્ષા નથી.
જુલાઈ ૨૦૨૫ વરસાદ કેલેન્ડર:
૧ થી ૧૦ જુલાઈ: આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે લગભગ ૫ થી ૧૨ ઇંચ વરસાદ પડી શકે છે.
૧૧ થી ૨૦ જુલાઈ: આ સમયગાળા દરમિયાન મધ્યમ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
૨૧ થી ૩૧ જુલાઈ: આ સમયગાળા દરમિયાન પણ સારા વરસાદની શક્યતા છે, અને કેટલીક જગ્યાએ, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જેવી સ્થિતિ બની શકે છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જુલાઈમાં સારા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર થશે, અને ૭૦% ડેમ પાણીથી ભરાઈ જશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જેવી સ્થિતિની શક્યતા છે.
ખાસ કરીને, ૧ થી ૧૦ જુલાઈ દરમિયાન ખેતી માટે ખૂબ જ ફાયદાકારક વરસાદ પડશે, અને ૧૧ થી ૨૦ જુલાઈ દરમિયાન સામાન્ય વરસાદ પડશે. ૨૧ થી ૩૧ જુલાઈ દરમિયાન રાજ્યમાં ધીમો પણ વાવણી લાયક વરસાદ પડશે.
ગરમીની ચેતવણી:
બીજી તરફ, દેશના ઘણા ભાગોમાં ગરમીની સ્થિતિ યથાવત છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી આજે ગરમીની ચેતવણી છે. રાજસ્થાનમાં સતત બીજા દિવસે તાપમાનમાં વધારો થયો છે અને રવિવારે બાડમેરમાં સૌથી વધુ 46.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રવિવારે દિલ્હીમાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે પંજાબમાં ગરમીની ચેતવણી જારી કરી છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં પણ તીવ્ર ગરમીની ચેતવણી છે.
આગામી ૩ દિવસ માટે હવામાન અપડેટ:
હવામાન વિભાગે આગામી ૩ દિવસ માટે પણ હવામાનની આગાહી જારી કરી છે:
- ૨૯ એપ્રિલ: કેરળ, કર્ણાટક, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ.
- ૩૦ એપ્રિલ: પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં હીટવેવ એલર્ટ. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગુજરાત, છત્તીસગઢમાં તીવ્ર ગરમી. ઓડિશા, કેરળમાં ભારે વરસાદ. કર્ણાટક, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વાવાઝોડું, વરસાદ અને વીજળી પડવાની સંભાવના.
- ૧ મે: પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ એલર્ટ. કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનું એલર્ટ.