Union bank recruitment 2025 : બેંકમાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી

By pareshrock13@gmail.com

Published on:

Union bank recruitment 2025
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Union bank recruitment 2025 : યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના દરવાજા ખોલી દીધા છે. યુનિયન બેંકે વિવિધ જગ્યાઓ માટે ભરતી સૂચના જાહેર કરી છે. બેંકે આ જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી છે. ઉમેદવારો આજથી, 30 એપ્રિલ 2025 થી ઓનલાઈન અરજી કરી શકશે.

Union bank recruitment 2025 હેઠળ વિવિધ જગ્યાઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, મહત્વપૂર્ણ તારીખો સહિતની તમામ માહિતી આમણે આ પોસ્ટમાં આપવામાં આવી છે.

Union bank recruitment 2025 અંગે મહત્વની માહિતી

સંસ્થાયુનિયન બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટવિવિધ
જગ્યા500
વય મર્યાદા22થી 30 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ30-4-2025
અરજી કરવાની છેલ્લી તારીખ20-5-2025
ક્યાં અરજી કરવીhttps://www.unionbankofindia.co.in/

Union bank recruitment 2025 પોસ્ટની વિગતો

પોસ્ટવિભાગજગ્યા
આસિસ્ટન્ટ મેનેજરક્રેડિટ250
આસિસ્ટન્ટ મેનેજરઆઈટી250
કુલ500

શૈક્ષણિક લાયકાત

આસિસ્ટન્ટ મેનેજર ક્રેડિટ

ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ અને ફુલ ટાઇમ ફાઇનાન્સમાં 60% ગુણ સાથે CA/CMA (ICWA)/CS અથવા MBA/MMS/PGDM/PGDBM કરેલ હોવો જોઈએ.

આસિસ્ટન્ટ મેનેજર આઈટી

ઉમેદવારે ફુલ ટાઇમ B.E./BTech/MSc(IT)/MS/Mtech-Computer Science, IT, Electronics ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત અંગે વધુ માહિતી માટે, ઉમેદવારે આ પોસ્ટમાં આપેલી સૂચના વાંચવી જોઈએ.

વય મર્યાદા

Union bank recruitment 2025 દ્વારા જાહેર કરાયેલ આસિસ્ટન્ટ મેનેજરની બંને જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારોની ઉંમર 22 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારો વય મર્યાદામાં છૂટછાટ મેળવવાને પાત્ર રહેશે.

અરજી ફી

કેટેગરીફી
SC/ST/PwBD ઉમેદવારો₹177 (Inclusive of GST)
અન્ય કેટેગરીના ઉમેદવારો₹1180 (Inclusive of GST)

પગાર ધોરણ

Union bank recruitment 2025 ભરતી હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારો બેંક દ્વારા નિર્ધારિત ધોરણો મુજબ પગાર ધોરણ મેળવવા પાત્ર રહેશે. વધુ માહિતી માટે સૂચના વાંચો.

કેવી રીતે અરજી કરવી?

આ ભરતી હેઠળ અરજી કરવા માંગતા ઉમેદવારોએ બેંકની વેબસાઇટ https://www.unionbankofindia.co.in/ ની મુલાકાત લેવી જોઈએ.

અહીં કારકિર્દી-ભરતી વિકલ્પ પર જાઓ.

અહીં તમને ભરતી માહિતી અને ઓનલાઇન અરજી કરવાનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.

આનાથી અરજી ફોર્મ ખુલશે અને વિનંતી કરેલી માહિતી ભરીને ફોર્મ સબમિટ કરો.

અંતિમ સબમિટ ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો : 📌કમોસમી વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી થશે શરુ, ખેડૂતને માથે મોટી ઘાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close