Gujarat Rain forecast: હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાની આગાહી કરી છે. તો ચાલો જોઈએ કે આગામી સમયમાં વાવાઝોડું સાથે ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે. તમારા વિસ્તારમાં વરસાદ અને કરા પડવાની આગાહી છે! કે નહી ચાલો જાણીએ.
હવામાન વિભાગના અમદાવાદ સેન્ટરના ડિરેક્ટર એ.કે. દાસે શનિવારે ગુજરાતના હવામાનની આગાહી કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે છ દિવસ સુધી ગુજરાતમાં કરા સાથે વરસાદની શક્યતા છે. દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. એક ટ્રફ વિસ્તારવામાં આવી રહ્યો છે. આ ટ્રફ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી દક્ષિણ ભારતમાં તમિલનાડુ સુધી છે, જેની અસર ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પર પડી શકે છે. જેના કારણે અમદાવાદ વેધર સેન્ટર તરફથી ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચાલો જાણીએ ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે?
આજે ક્યાં વરસાદની આગાહી

આજે, 4 મે રવિવાર, રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી અને અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આવતી કાલે ક્યાં વરસાદની આગાહી

આવતી કાલે સોમવારે 5 મેના રોજ, રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં કરા પણ પડવાની સંભાવના છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કરા પડવાની સંભાવના છે.
6 તારીખે ક્યાં આગાહી

6 મેના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 તારીખે ક્યાં આગાહી

મંગળવાર, ૭ મે ના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જેમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત અને નર્મદામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
8 તારીખે ક્યાં આગાહી

બુધવાર, ૮ મે ના રોજ વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદ અને ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ અને અમરેલી તેમજ ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ તારીખે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વેગ પકડશે. ઉનાળાના મધ્યમાં ચોમાસા જેવો વરસાદ પડશે. ભારે ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડશે. ગુજરાતમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પવનની ગતિ એટલી હશે કે જે ઝાડના મૂળને હચમચાવી નાખશે.
આ સાથે તેમણે કહ્યું છે કે ૧૧ થી ૨૦ મે દરમિયાન કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. મુંબઈથી ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતા રહેશે. ૭ અને ૮ મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ જુઓ : Google Pay Loan 2025 : Google Pay પર મળશે લોન, જાણો તેની સંપૂર્ણ અને સરળ રીત