Gujarat Rain 2025 : આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં પડશે વરસાદ? હવામાન વિભાગ કરી આગાહી જાણો

By Jay Vatukiya

Updated on:

Gujarat Rain 2025
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Rain 2025: ગુજરાતમાં હાલ ગરમીને બદલે વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી અઠવાડિયામાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. આજે રાજકોટમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ પડી રહ્યો છે. પડધરીના જીવાપર ગામમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. ચાલો જાણીએ ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજકોટમાં સતત છઠ્ઠા દિવસે પણ કમોસમી વરસાદ ચાલુ છે. પડધરી તાલુકાના જીવાપર ગામમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. નાના એવા ગામમાં કમોસમી વરસાદ પડતાં શેરીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મગ, અડદ, તલ સહિતના પાકનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતિત છે. શનિવારે કોટડા સાંગાણી તાલુકાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

Gujarat Rain 2025

હવામાન વિભાગની આગાહી

અમદાવાદના હવામાન વિભાગ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રથી પૂર્વ કેન્દ્રથી અરબી સમુદ્ર સુધી એક ટ્રફ લાઇન છે. જેના કારણે આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે, ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે, મહત્તમ તાપમાનની વધવાની પણ આગાહી કરી છે, તેમણે કહ્યું છે કે આગામી સાત દિવસમાં ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. હાલમાં, વરસાદની સંભાવના ને લીધે અમુક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, તેમણે કહ્યું છે કે અમદાવાદમાં વરસાદની શક્યતા છે. આ સાથે, આગામી 24 કલાકમાં શહેરનું તાપમાન 37 ડિગ્રી સુધી વધવાની આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં વરસાદની આગાહી?

સોમવારે, કચ્છ અને પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

કાલે ક્યાં વરસાદની આગાહી?

13મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ જુઓ : Monsoon 2025 : ગુજરાતમાં ચોમાસુ વહેલું આવશે, જૂનમાં આ તારીખે પહેલો વરસાદ પડશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment