હાલો મિત્રો, શું તમે iQOO નો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો? તો આજે તમને iQOO નવો સ્માર્ટફોન iQOO Neo 10 સ્માર્ટફોન વિશે માહિતી આપીશ. આ ફોન ખાસ ગેમિંગ અને હેવી યૂઝરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.
iQOO Neo 10 ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. આ ફોન 26 મેના રોજ ભારતમાં લોન્ચ થશે, પરંતુ કંપનીએ લોન્ચના લગભગ બે અઠવાડિયા પહેલા ફોન વિશે ઘણી વિગતો જાહેર કરી છે. કંપનીએ આ ફોનનું લેન્ડિંગ પેજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર લાઈવ કર્યું છે, જેના કારણે લોન્ચ પહેલા જ ફોનની કેટલીક વિગતો જાહેર થઈ ગઈ છે.
કંપનીએ દાવો કર્યો છે કે આ ફોન મિડ-રેન્જ સેગમેન્ટમાં સૌથી શક્તિશાળી હશે, જે મોટી બેટરી, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 144fps ગેમિંગ સપોર્ટ સાથે આવશે. તો ચાલો તમને iQOO Neo 10 ફોન વિશે જણાવીએ.
મુખ્ય ખાસિયતો
પ્રોસેસર: Qualcomm Snapdragon 8s Gen 4 + Q1 Supercomputing ચિપ
ડિસ્પ્લે: 6.78 ઇંચ 1.5K AMOLED, 144Hz રિફ્રેશ રેટ
કેમેરા: 50MP રિયર (OIS) + 8MP અલ્ટ્રા-વાઈડ | 16MP ફ્રન્ટ
બેટરી: 6100mAh (અથવા 7000mAh), 120W ફાસ્ટ ચાર્જિંગ
RAM & Storage: 12GB LPDDR5x RAM + 256GB UFS 4.1
ઓપરેટિંગ સિસ્ટમ: Android 15 આધારિત OriginOS 5
કુલિંગ: 7000mm² વેપર કૂલિંગ ચેમ્બર
ગેમિંગ સપોર્ટ: 144FPS હાઈ ફ્રેમ રેટ સપોર્ટ
ડિસ્પ્લે અને ડિઝાઇન
iQOO Neo 10માં 6.78 ઇંચની AMOLED ડિસ્પ્લે છે જે 1.5K રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. 4500 nits સુધીની પીક બ્રાઇટનેસ તમારા હેવી ગેમિંગ કે સ્ટ્રીમિંગનો અનુભવ વધારે ઉર્જાવાન બનાવે છે.
કેમેરા અને ફોટોગ્રાફી
50MP Sony મુખ્ય કેમેરા ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે, અને 8MP અલ્ટ્રા-વાઈડ લેન્સ સાથે આવે છે. ફ્રન્ટ કેમેરા 16MP નો છે જે ક્લિયર સેલ્ફી અને વીડિયો કોલ માટે યોગ્ય છે.
પરફોર્મન્સ અને બેટરી
Snapdragon 8s Gen 4 સાથે Q1 Supercomputing ચિપ તમારા દિવસભરના હેવી ટાસ્ક સરળ બનાવે છે. 6100/7000mAh બેટરી 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે — જે 15 મિનિટમાં 100% સુધી ચાર્જ કરી શકે છે.
ઉપલબ્ધતા અને કિંમત
iQOO Neo 10 ભારતમાં 26 મે, 2025 ના રોજ લોન્ચ થવાનો છે. કિંમત ₹35,000 આસપાસ રહેવાની સંભાવના છે. ફોન Amazon India અને iQOO ઓફિશિયલ સાઈટ પરથી ખરીદી શકાય છે.
જો મિત્રો તમે એક એવા સ્માર્ટફોનની શોધમાં છો જે હાઈ-એન્ડ ગેમિંગ, શાનદાર ડિસ્પ્લે અને લાંબી બેટરી લાઈફ આપે, તો iQOO Neo 10 તમારા માટે એક સંપૂર્ણ પસંદગી છે.