Gujarat High Court Recruitment 2025 : ગુજરાત હાઇકોર્ટમાં 12 પાસ માટે બહાર પડી ભરતી, જાણો સમગ્ર પ્રોસેસ

By Jay Vatukiya

Published on:

Gujarat High Court Recruitment 2025
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat High Court Recruitment 2025 : ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા ધોરણ ૧૨ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની એક મોટી તક આવી છે. ગુજરાત હાઈકોર્ટે જિલ્લા અદાલતો માટે ડ્રાઈવરની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી હેઠળ લાયક ઉમેદવારોની પસંદગી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી ૨૦૨૫ હેઠળ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, ભરતીની મહત્વપૂર્ણ તારીખો વગેરે સહિતની મહત્વપૂર્ણ માહિતી તમને આ પોસ્ટમાં આપવામાં આવી છે.

Gujarat High Court Recruitment 2025

માહિતી

સંસ્થાગુજરાત હાઈકોર્ટ
પોસ્ટડ્રાઈવર
જગ્યા86
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા23થી 33 વર્ષ વચ્ચે
અરજી કરવાની શરુઆતની તારીખ16-5-2025
અરજી કરવાની છેલ્લી તારીખ6-6-2025
ક્યાં અરજી કરવીhttps://hc-ojas.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા

ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેને સમકક્ષ પરીક્ષા પાસે કરેલી હોવી જોઈએ.

ઉમેદવાર જે તે સમયે 3 વર્ષ જૂનું માન્ય લાઈટ અથવા હેવી મોટર ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવતો હોવો જોઈએ.

ઉમેદવાર વાહન વ્યવહાને લગતી નિશાનીઓ, ઈશારા તેમજ વાહનની જાળવણી, સારસંભાળ અને મરામત વગેરેનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

વાહનની મરામત અને મિકેનીઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે

ઉંમર મર્યાદા

ન્યૂનતમ: 23 વર્ષ
મહત્તમ: 33 વર્ષ
અનામત શ્રેણીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

કમ્પ્યુટર આધારિત કસોટી
ડ્રાઇવિંગ ટેસ્ટ

પરીક્ષા ફી

કેટેગરીફી
સામાન્ય ઉમેદવારો માટે₹1000
અનામત વર્ગના ઉમેદવારો માટે₹500

પગાર ધોરણ

Gujarat High Court Recruitment 2025 અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને 7માં પગારપંચ પ્રમાણે ₹19,900થી ₹63,200 રૂપિયા પગાર મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી

  • અરજી કરાવા માટે ઉમદેવારને gujarathighcourt.nic.in મુલાકાત લેવી
  • ત્યારબાદ ભરતી ઓપ્શન પર જવું
  • માગ્ય પ્રમાણે વિગતો ભરવી અને આગળ વધવું
  • ફી ચૂકવણી કરો, ફોર્મ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment