Gujarat Rain 10 Jun : રાજ્યમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે અને હળવો વરસાદ પડી રહ્યો છે. જોકે, હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 12 જૂન પછી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે ફરીથી વરસાદી સિસ્ટમ રચાઈ છે. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્ર અને બંગાળના અખાતમાં એક સિસ્ટમ રચાઈ છે. જેના કારણે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
Gujarat Rain 10 Jun
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 11 જૂન પછી ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે. 22 જૂન સુધીમાં ચોમાસું મોટાભાગના વિસ્તારને આવરી લેશે. અને મધ્યમ થી ભરે વરસાદ પડી શકે છે. IMD મુજબ, કેરળ અને માહેમાં 12 થી 15 જૂન દરમિયાન દરિયાકાંઠાના અને કર્ણાટકમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે 10 થી 15 જૂન દરમિયાન મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે l 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. અને 10 થી 14 જૂન દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં વરસાદ કયારે આવશે?
રાજ્યમાં 12 થી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 15 જૂનથી 22 જૂન દરમિયાન સુરત, નવસારી, ભરૂચ, જંબુસર અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પંચમહાલ, દાહોદ, લીમખેડા, અમદાવાદ, ગાંધીનગર, કચ્છમાં પણ વરસાદની આગાહી કરી હતી. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 11 જુલાઈએ બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ જુલાઈમાં પણ સારો વરસાદ લાવી શકે છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 20 જૂને ગુજરાતમાં ચોમાસું બેસશે. તેમના મતે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં અત્યાર સુધી જે વરસાદ પડી રહ્યો હતો તે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હતો. તેમણે કહ્યું કે હવે આપણે થોડા દિવસો ગરમીનો સામનો કરવો પડશે, અને 14 જૂન પછી, પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધુ તીવ્ર બનશે.
આમ, વિવિધ આગાહીઓ છતાં, મોટાભાગના નિષ્ણાતો જૂનના મધ્યથી અંત સુધીમાં ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનની શક્યતા સૂચવી રહ્યા છે, જે ખેડૂતો અને નાગરિકો માટે આશાનું કિરણ લાવ્યું છે.
આજે ક્યાં વરસાદની આગાહી
આજે સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદની શક્યતા છે, દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ, સુરતમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતનાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
આવતીકાલે ક્યાં વરસાદની આગાહી
ગુજરાતમાં આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આ પણ જુઓ : Google Pay Loan 2025 : Google Pay પર મળશે લોન, જાણો તેની સંપૂર્ણ અને સરળ રીત