Gujarat Rain Alert 15 June : ગુજરાતમાં હવે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરની આગાહી મુજબ, આજે (15 જૂન, 2025) રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદ પડશે અને કાલે (16 જૂન) 11 જિલ્લામાં ભારે તેમજ 4 જિલ્લામાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તો ચાલો જાણીએ કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે અને ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain Alert 15 June
ગુજરાતમાં વરસાદે ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય હવામાન વિભાગ (IMD) એ આગામી 5 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ અંગે યલો અને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
“ગુજરાતમાં વરસાદ આગાહી: આજે 14 જિલ્લામાં ભારે, કાલે 4 જિલ્લામાં અતિભારે વરસાદ”
આ પણ વાંચો : Why Planes Crash : વિમાન દુર્ઘટના પાછળના કારણો શું છે? અહીં 4 મુખ્ય કારણો જાણો
આજે ક્યાં વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાણ કરવામાં આવી છે કે આજના દિવસે ગુજરાતના 14 જિલ્લામાં ભારે વરસાદ પડશે. અમદાવાદ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર તમામ વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદની પડવાની સંભાવના છે.
આવતીકાલે ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા IMD દ્વારા કાલે એટલે કે 16 જૂનની 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા, ભરૂચ, અમરેલી, નવસારી, વલસાડ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા, દાહોદ, સુરત ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુરમાં આવતીકાલે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ ચાર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને વાહનવ્યવહારને અસર થવાની પણ શક્યતા છે.
17 જૂન: 12 જિલ્લામાં યલો એલર્ટ
17 જૂને રાજ્યના 12 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જેમાં અમદાવાદ, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
18 અને 19 જૂન: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ
18 જૂને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
19 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાનની વધુ અપડેટ્સ મેળવવા માટે
આ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી IMD (Indian Meteorological Department) દ્વારા જાહેર કરાયેલા 14 જૂન 2025ના દૈનિક બુલેટિન પરથી તૈયાર કરવામાં આવી છે. વધુ માહિતી માટે IMD Website જુઓ.
IMD Official Website: https://mausam.imd.gov.in/
FAQs :
Q: આજે ક્યાં જિલ્લામાં ભારે વરસાદ પડશે?
A: આજે ગુજરાતના 14 જિલ્લામાં વરસાદ પડશે જેમાં સુરત, અમદાવાદ, વડોદરા વગેરેનો સમાવેશ થાય છે.
Q: આવતીકાલે ક્યાં વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે?
A: કાલે નવસારી, વલસાડ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે.
Q: હવામાન અંગેની સાચી માહિતી કયાંથી મળવી?
A: ભારતીય હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઈટ અથવા સરકારી નોટિફિકેશન પરથી મળતી માહિતી સાચી હોય છે.
તમારા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો કે નહીં? કમેન્ટમાં જણાવો. આ પોસ્ટ તમામ ખેડૂત મિત્રોને શેર કરો – રોજ હવામાનની લેટેસ્ટ આગાહી GujViral.com પર મળી રહેશે.
📅 Published on: June 15, 2025
This article is based on verified information from trusted sources including government websites and official media reports.