માત્ર 2 લોકો પાસે છે ભારતની સૌથી મોંઘી કાર – Rolls-Royce Phantom VIII EWB કિંમત જાણીને ચોંકી જશો.

By Jay Vatukiya

Published on:

Rolls-Royce Phantom VIII EWB

Rolls-Royce Phantom VIII EWB : ભારતમાં ઘણા લોકો એવા છે જેમને લક્ઝરી કારનો શોખ છે. જેમાં ફિલ્મ સ્ટાર્સ અને ઘણા ધનિક લોકોમાં લક્ઝરી કારનો શોખ હોય છે. ભારતમાં માત્ર બે લોકો પાસે છે Rolls-Royce Phantom VIII EWB કાર, જેમાં ભવ્ય લક્ઝરી, 563 hp પાવર અને કરોડોની કિંમત છે. તો ચાલો જાણીએ ફીચર્સ, કિંમત અને કેમ છે દેશની સૌથી રોયલ કાર.

Rolls-Royce Phantom VIII EWB

કાર વિષે માહિતી

Rolls-Royce Phantom VIII EWB એ “EWB” એટલે કે Extended Wheelbase વેરિયન્ટ છે. તેના લંબાયેલા વ્હીલબેઝને કારણે કારમાં પાછળ બેઠેલા વ્યક્તિઓને ભવ્ય legroom મળે છે. આ કારનું ડિઝાઇન અને એન્જિન બંને એવું છે કે એને ચલાવવું નહીં પણ અનુભવવું પડે.

તેમાં 6.75-લિટર V12 ટર્બોચાર્જડ પેટ્રોલ એન્જિન છે જે 563 હોર્સપાવર અને 900Nm ટોર્ક આપે છે. આટલું શક્તિશાળી હોવા છતાં કાર એટલી શાંત ચાલે છે કે અંદર બેઠેલા વ્યક્તિઓએ એન્જિન શરૂ છે કે નહીં એ પણ ખબર ન પડે.

લક્ઝરી અનુભવ

Rolls-Royce Phantom VIII EWB નું આંતરિક ભાગ સંપૂર્ણ રીતે હેન્ડમેઇડ છે. દરેક ભાગ કસ્ટમાઇઝ રીતે બનાવવામાં આવે છે. – લેધર સીટ્સ, પેનેલ્સ, વુડ વેનિયર, મેટલ ફિનિશ બધું ઓર્ડર પ્રમાણે બનાવાય છે. સૌથી ખાસ વસ્તુ છે તેની Starlight Headliner – છત પર નાની નાની લાઇટ્સથી આકાશમાં જેમ તારા હોય એવું રોમાંચક દ્રશ્ય જોવા મળે છે.

કારની પાછળની સીટ્સ કિંગ સાઈઝ રીક્લાઇનિંગ છે જેમાં મસાજ ફંક્શન, કૂલીંગ અને કંટ્રોલ પેનલ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. આ કારમાં મુસાફરી કરવી એ સહેજ પણ થાક લાગતો નથી – તંદુરસ્ત અને શાહી અનુભવ મળે છે.

બાહ્ય લૂક

બહારથી જોવાંમાં પણ Rolls-Royce Phantom VIII EWB એટલી ભવ્ય લાગે છે કે તમે આંખ હટાવી ન શકો. કારની લંબાઈ, 21 ઇંચના એલોય વ્હીલ્સ, લેઝર હેડલાઈટ્સ અને સામે લગાવેલી ચિહ્નરૂપ “Spirit of Ecstasy” ફિગર – બધું એક રોયલ્ટીનું સંકેત આપે છે.

આ કાર 100થી વધુ કસ્ટમ કલર વિકલ્પમાં મળે છે – એટલે કે દરેક કાર એકદમ અલગ જ બને છે. જો કોઈ વ્યક્તિ આ કાર ખરીદે છે, તો એ જાણે પોતાનું ખાનગી મહેલ રોડ પર ચલાવતો હોય તેવી લાગણી થાય.

ટેક્નોલોજી અને સુરક્ષા

આ કારમાં ઉચ્ચતમ ટેક્નોલોજી અને સુરક્ષા સુવિધાઓ છે – જેમ કે Night Vision, Heads-Up Display, Adaptive Cruise Control, Lane Keep Assist, 360-Degree Cameras અને કારમાં Magic Carpet Ride ટેકનોલોજી છે જે રોડના ખાડાને શૂન્ય બનાવે છે.

આટલી મોટી અને ભારે કાર હોવા છતાં પણ Rolls-Royce Phantom VIII EWB માત્ર 5.4 સેકંડમાં 0-100 km/h ઝડપ પકડી લે છે. તેની ટોપ સ્પીડ 250km/h છે, જે ઇલેક્ટ્રોનિકલી લિમિટેડ છે.

કિંમત કેટલી છે?

આ કારની કિંમત સામાન્ય લોકો માટે સપનાથી પણ દૂર છે. Rolls-Royce Phantom VIII EWB ની ભારતીય બજારમાં એક્ઝ-શોરૂમ કિંમત ₹13.50 કરોડ છે. પરંતુ કાર સંપૂર્ણ રીતે કસ્ટમાઇઝ થતી હોવાથી તેની કિંમત ₹17-18 કરોડ સુધી પહોંચી શકે છે. આ Bentley, Lamborghini જેવી કારોથી પણ વધુ મોંઘી છે.

આ કાર કોની પાસે છે?

યોહાન પૂનાવાલા ભારતના સૌથી પ્રખ્યાત કાર માલિક છે, જે એક મોટા ઉદ્યોગપતિ અને કાર કલેક્ટર છે. તેમની પાસે પહેલેથી જ ઘણી રોલ્સ-રોયસ કાર છે. તેમની પાસે ફેન્ટમ Rolls-Royce Phantom VIII EWB છે, જેની કિંમત 22 કરોડ છે. તેમની કારનો રંગ Bohemian Red છે, જે તેને ખાસ બનાવે છે. યોહાનની કારમાં 22 ઇંચના ખાસ ડિઝાઇન કરેલા એલોય વ્હીલ્સ છે, જેનું ઇન્ટિરિયર સંપૂર્ણપણે કસ્ટમાઇઝ્ડ છે.

બીજી કાર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની છે, જેનો રંગ Rose Quartz છે. તે ખૂબ જ યુનિક અને સ્ટાઇલિશ છે. આ કારની કિંમત 15 કરોડથી વધુ છે. તેમણે પોતાની પસંદગી મુજબ પોતાની કારને કસ્ટમાઇઝ કરી છે.

આ પણ વાંચો : July Rain Forest : રાજ્યમાં અતિભારે વરસાદને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જાણો જુલાઈ-ઓગસ્ટમાં કેવો પડશે વરસાદ?

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

Q.1 Rolls-Royce Phantom VIII EWB કેટલી કિંમતે મળે છે?
Ans
: ભારતમાં Phantom VIII EWBની કિંમત અંદાજે ₹13.5 કરોડથી શરૂ થાય છે.

Q.2 Phantom VIII અને EWB વચ્ચે શું તફાવત છે?
Ans
: EWB વર્ઝનમાં વધારે legroom અને VIP સુવિધાઓ હોય છે.

Q.3 શું આ કાર કસ્ટમ ઓર્ડરથી ખરીદી શકાય છે?
Ans
: હા, Rolls-Royce cars સંપૂર્ણપણે ઓર્ડર પર બેસે છે અને કસ્ટમાઇઝ થઈ શકે છે.

Q.4 Rolls-Royce ની અન્ય લોકપ્રિય મોડલ્સ કઈ છે?
Ans
: Cullinan SUV, Ghost, Wraith વગેરે પણ ફેમસ છે.

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close