Today Rain Updates : આજે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગાજવીજ વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

By Jay Vatukiya

Published on:

Today Rain Updates

Today Rain Updates : રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદી માહોલ જામ્યો છે, ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીથી તબાહી મચાવી છે. હવે, આ બધા વચ્ચે, હવામાન વિભાગે આજે એક નવી આગાહી કરી છે. આજે રાજ્યના 19 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાંથી 14 જિલ્લાઓમાં યલો એલર્ટ અને 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Today Rain Updates

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હાલમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 87 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. નવી અપડેટ મુજબ, આજે 3 જુલાઈના રોજ, રાજ્યના 13 જિલ્લાઓને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 19 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી, ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડશે, જે દરમિયાન પવન પણ 40 કિમીની ઝડપે ફૂંકાશે.

7 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે (IMD) આજથી ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદ પડી શકે છે. ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, ગાંધીનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં હાલમાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ડોલવણમાં 2.8 ઇંચ, વાલોડમાં 2.36 ઇંચ, સુરતના મહુવામાં 1.93 ઇંચ અને ડાંગના આહવામાં 1.14 ઇંચ વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં અવિરત વરસાદને કારણે, રાજ્યના 206 જળાશયોમાંથી 21 જળાશયો હાઇ એલર્ટ પર છે, 12 એલર્ટ પર છે અને 19 ચેતવણી પર છે. ગુજરાતમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની કુલ 32 ટીમો જિલ્લા સ્તરે તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, 2 ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Shani Gochar : શનિની સીધી ચાલ મચાવશે ધમાલ…આ 3 રાશિઓ માટે 2025નું સાલ બની શકે છે લાયફ ચેન્જિંગ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close