4 July Rain Alert : હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે એક અઠવાડિયા સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યના નવ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
4 July Rain Alert
આજે 9 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ
હવામાન વિભાગની (IMD) આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં 7 થી 12 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે. કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ 5.6 ઇંચ વરસાદ પડ્યો છે. તે સિવાય સાબરકાંઠાના ઇડરમાં 5.5 ઇંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઇંચ, જામનગરના જોડિયામાં 4 ઇંચ, કચ્છના મુન્દ્રામાં 4 ઇંચ, જામનગરના લાલપુરમાં 3.86 ઇંચ, રાજકોટમાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના ચૂડામાં 3.31 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3.2 ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 3.2 ઈંચ, કચ્છના ગાંધીધામમાં 3.2 ઈંચ, તાપીના સોનગઢમાં 2.95 ઈંચ, ધ્રાંગધ્રામાં 2.95 ઈંચ, જામનગરમાં 2.8 ઈંચ, સુરેન્દ્રનગરમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના ગોંડલમાં 2.7 ઈંચ. ઇંચ, મહેસાણાના વડનગરમાં 2.7 ઇંચ, જામનગરના કાલાવડમાં 2.7 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 2.6 ઇંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2.5 ઇંચ, જૂનાગઢના વંથલીમાં 2.4 ઇંચ, માણાવદરમાં 2.5 ઇંચ, જૂનાગઢમાં 2.3 ઇંચ, રાજકોટમાં 2.3 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં અને જૂનાગઢ તાલુકામાં 2.3 ઇંચ, બોટાદના રાણપુરમાં 2.3 ઇંચ, બનાસકાંઠાના ડીસામાં 2.2 ઇંચ, જૂનાગઢના કેશોદમાં 2.2 ઇંચ, તાપીના વ્યારામાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પાણીમાં ડૂબી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 18 જુલાઈ પછી વરસાદની તીવ્રતા ઓછી થશે. જુલાઈના છેલ્લા અઠવાડિયા દરમિયાન, બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બનશે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે તે પવન સાથે ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે.