6 July Rain Alert : આજે ભારે વરસાદ ત્રાટકશે અનેક શહેર ડૂબી જશે! જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

By Jay Vatukiya

Published on:

6 July Rain Alert

6 July Rain Alert : રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે IMD ભારે વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં મેઘરાજા જમાવટ કરશે તેવી અપેક્ષા છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

6 July Rain Alert

આજે ક્યાં વરસાદની આગાહી

આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, દીવ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ માટે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં વરસાદ

અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના વ્યારામાં 6.5 ઇંચ, ડોલવણમાં 5.5 ઇંચ, સુરતના પલસાણામાં 5 ઇંચ, વલસાડના કપરાડામાં 5 ઇંચ, સુરત અને સોનગઢમાં 4.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. વાલોડ, ધરમપુર અને દ્વારકામાં 4 થી 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 16 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 41 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં 7 જુલાઈથી 12 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, ઘણા વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના ઘણા ભાગો પાણીમાં ડૂબી જશે, પરંતુ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં પણ ભૂક્કા બોલાવશે. 18, 19 અને 20 જુલાઈ દરમિયાન વરસાદ વિરામ લેશે, પરંતુ 24 થી 30 જુલાઈના અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ફરી વરસાદ સક્રિય થઈ શકે છે.

આ પણ વાંચો : Tri Ekadash Yog 2025 : આજે શનિ શુક્ર સાથે મળી બનાવશે પાવરફુલ યોગ, આ રાશિઓ માટે શરુ થશે સારા દિવસો; થશે આકસ્મિક ધન લાભ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment