Tomorrow Weather Alert : આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, 8 જુલાઈએ દક્ષિણ–મધ્ય ગુજરાતમાં ભૂક્કા બોલાવશે

By Jay Vatukiya

Published on:

Tomorrow Weather Alert

Tomorrow Weather Alert : હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ત્રણ સિસ્ટમો સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

Tomorrow Weather Alert

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે દેશના મોટાભાગના રાજ્યોમાં 7 થી 13 જુલાઈ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના IMD અંદાજ મુજબ આ સમયગાળા દરમિયાન ચોમાસું સંપૂર્ણપણે સક્રિય રહેશે. ઉત્તર-પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળીના કડાકા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ક્યાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ સુધી રાજ્યભરમાં મેઘરાજાની ધબધબાટી ચાલુ રહેશે તેવી અપેક્ષા છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેના માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેના લીધે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આ આગાહી બાદ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોને સુરક્ષિત રહેવા અને સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.

આગામી 48 કલાક અત્યંત ભારે

મેઘરાજા શરૂઆતથી જ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદથી તબાહી મચાવી રહ્યા છે, હજી મહિનાના ફક્ત 6 દિવસ જ થયા છે. ત્યાં 40 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. અને હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે ગુજરાતમાં 48 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલે જણાવ્યું છે કે 12 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જોકે, સૌરાષ્ટ્રના બધા ભાગોમાં ભારે વરસાદની આગાહી નથી. અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે એમ પણ કહ્યું હતું કે આ વખતે ચોમાસુ બધે સરખું રહેશે નહીં. બંગાળની ખાડીમાં સર્જાતા મોટા પરિભ્રમણ અને ચોમાસાના પ્રવાહમાં ફેરફારને કારણે આ વરસાદ પડશે.

આ પણ વાંચો : માત્ર 2 લોકો પાસે છે ભારતની સૌથી મોંઘી કાર – Rolls-Royce Phantom VIII EWB કિંમત જાણીને ચોંકી જશો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close