12 July Rain Alert : અત્યારે રાજ્યના અમુક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં વરાપ જોવા મળે છે. ત્યારે હવામાન વિભાગે નવી આગાહી કરી છે કે 12 થી 16 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ સુધી દરિયા કિનારે 30 – 40કિમીની ઝડપે પવન ફૂંકાશે. અને માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.
12 July Rain Alert
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હાલ 2 વરસાદની સિસ્ટમની સક્રિય છે જેના કારણે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની પડવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 14 જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. 24 કલાક બાદથી ગુજરાત રાજયમાં ફરી વરસાદી માહોલ જામશે. 17 જુલાઈ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.
આજે ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગની IMD આગાહી મુજબ, આજે અને આવતીકાલે નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
14-15 જુલાઈની આગાહી
હવામાન વિભાગે 14-15જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત 11 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદ લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે, 22 જુલાઈ પછી હવામાનમાં પલટો આવશે, જેના કારણે 24 થી 30 જુલાઈ વચ્ચે એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદના કારણે 2 થી 10 ઇંચ સુધી પડી શકે છે.