Tecno Phantom Ultimate G Fold : ટેકનોલોજી દુનિયામાં રોજે રોજ નવા સ્માર્ટફોનના મૉડલ જોવા મળે છે. હવે Tecno દુનિયાનો પહેલો ત્રણ વખત વળે એવો ફોલ્ડેબલ સ્માર્ટફોન Tecno Phantom Ultimate G Fold લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ખાસ કરીને ફ્યુચર ટેક્નોલોજી લવર્સ માટે બનાવવામાં આવ્યો. જે 9.94 ઇંચની મોટીસ્ક્રીન, Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર, 108MP કેમેરા અને 5000mAh બેટરી સાથે આવે છે અને તેની ડિઝાઇન, સ્ક્રીન રેશિયો અને આધુનિક ટેકનોલોજી લોકોના દિલ જીતી લેશે. ફોનનું મુખ્ય આકર્ષણ એ છે કે તે ત્રણ વખત વળે છે. તો ચાલો આ સ્માર્ટફોન વિશે વિગતે જાણીએ…….
Tecno Phantom Ultimate G Fold Specifications
Tecno Phantom Ultimate G Fold Display (ડિસ્પ્લે)
આ ફોનમાં તમને 9.94 ઇંચની LTPO AMOLED ફોલ્ડિંગ ડિસ્પ્લે આપવામાં આવી છે જે 2K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. જે Honor Magic V2 કે Galaxy Z Fold 6 જેવા ફોલ્ડિંગ સ્માર્ટફોનની તુલનાએ Tecno Phantom Ultimate G Fold સૌથી પાતળો અને સ્લીમ ફોલ્ડિંગ મેકેનિઝમ ધરાવે છે. જે આ સ્માર્ટફોનમાં ખાસ બનાવે છે.
Tecno Phantom Ultimate G Fold Processor (દમદાર પ્રોસેસર)
ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર આપવામાં આવે એવી શક્યતા છે, જે 4nm ટેક્નોલોજી સાથે આવે છે. આ પ્રોસેસર અત્યંત પાવરફુલ છે જે મલ્ટીટાસ્કિંગ અને મોટી ગેમ્સ રમવા માટે બેસ્ટ છે. આ સ્માર્ટફોનમાં AI સ્માર્ટ ઓપ્ટિમાઈઝેશન ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
Tecno Phantom Ultimate G Fold RAM and Storage (રેમ અને સ્ટોરેજ)
Tecno Phantom Ultimate G Foldમાં તમને 16GB LPDDR5X RAM અને 1TB UFS 4.0 સ્ટોરેજ સાથે આવે છે. RAM અને સ્ટોરેજ મોટું હોવાથી યુઝરને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ સ્માર્ટફોન હેવી યૂઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.
Tecno Phantom Ultimate G Fold Camera (કેમેરા)
આ સ્માર્ટફોનના કેમેરાની વાત કરીએ તો ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપની અપેક્ષા છે જેમાં 108MP પ્રાઇમરી સેન્સર સાથે 12MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 8MP પેરિસ્કોપ ઝૂમ લેન્સ આપવામાં આવશે. સાથે તેમાં સેલ્ફી માટે ડ્યુઅલ ફ્રન્ટ સેલ્ફી કેમેરા પણ આપવામાં આવશે, જે unfold અને folded સ્થિતિમાં પણ સ્મુથ વર્ક કરે છે.
Tecno Phantom Ultimate G Fold Battery and Fast Charging (મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ)
આ ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી શકે છે જે 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હશે. સાથે તેમાં wireless charging અને reverse charging સપોર્ટ પણ આપવામાં આવી શકે છે. ફોલ્ડેબલ સ્માર્ટફોન હોવા છતાં બેટરી પાવરફુલ છે. જે આખો દિવસ ચાલે એવી ક્ષમતા ધરાવે છે.
Tecno Phantom Ultimate G Fold Operating system (ઓપરેટિંગ સિસ્ટમ)
આ ડિવાઈસ Android 15-based HiOS ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવે એવી શક્યતા છે. જે foldable devices માટે કસ્ટમાઇઝ કરાયેલ મલ્ટિ-સ્ક્રીન સપોર્ટ, continuity feature અને split-screen functionalities હશે.
Tecno Phantom Ultimate G Fold Launch in India (લોન્ચ)
હાલમાં Tecno દ્રારા કોઈ જાહેરત કરવામાં આવી નથી. પરંતુ માર્કેટમાં 2025ના અંતમાં અથવા 2026ની શરૂઆતમાં લોન્ચ થવાની શક્યતા છે. Tecno એ આ સ્માર્ટફોન માત્ર પ્રોટોટાઈપ રૂપે રજૂ કર્યો છે. જે ટૅક્નો લવર્સ માટે એક ઝલક છે.
Tecno Phantom Ultimate G Fold Price in India (કિંમત)
હાલમાં Tecno દ્વારા કિંમત અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. પરંતુ જો આ ફોન માર્કેટમાં આવે તો તેની કિંમત આશરે ₹1,20,000 થી ₹1,40,000ની વચ્ચે હોઈ શકે છે.
Conclusion (નિષ્કર્ષ)
Tecno Phantom Ultimate G Fold એ ફોલ્ડેબલ માર્કેટમાં એક ક્રાંતિ લાવશે એવા સંકેત આપે છે. જે ત્રણ વખત foldable મેકેનિઝમ, મોટા સ્ક્રીન સાઈઝ, પાવરફૂલ સ્પેસિફિકેશન અને સ્લીમ ડિઝાઇન તેને એક યુનિક સ્થાન આપે છે. જો આ ફોન માર્કેટમાં આવે તો તે Samsung અને Honor જેવી કંપનીઓને તીવ્ર સ્પર્ધા આપી શકે છે.
Disclaimer (ડિસ્ક્લેમર)
આ લેખમાં આપવામાં આવેલી માહિતી Teck Link અને મીડિયા આધારિત છે. કંપની દ્વારા ઓફિશિયલ જાહેરાત પછી તેમાં ફેરફાર થઈ શકે છે. ખરીદી કરતા પહેલા ઓફિશિયલ વેબસાઇટ અથવા અધિકૃત સ્રોતમાં માહિતી ચેક કરી લેવી.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
Q 1. Tecno Phantom Ultimate G Fold કેટલા વખત ફોલ્ડ થાય છે?
➡️ આ ડિવાઈસ ત્રણ વખત ફોલ્ડ થઈ શકે છે, એટલે કે tri-fold mechanism ધરાવે છે.
Q 2. ફોનની સ્ક્રીન સાઈઝ કેટલી છે?
➡️ Unfolded સ્થિતિમાં લગભગ 9.94 ઇંચની મોટી LTPO AMOLED સ્ક્રીન મળશે.
Q 3. આ ફોન ક્યારે લોન્ચ થશે?
➡️ Tecno તરફથી કોઈ અધિકૃત તારીખ જાહેર નથી પણ 2025 અંત સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે.
Q 4. શું ફોનમાં વાયરલેસ ચાર્જિંગ મળશે?
➡️ હા, આ કોન્સેપ્ટમાં wireless અને reverse charging બંને સપોર્ટ હશે.
Q 5. Honor અને Samsungના ફોલ્ડેબલ ફોનથી શું અલગ છે?
➡️ તેનો ત્રણ વખત ફોલ્ડ અને પાતળું બોડી તેને Honor કે Samsungના ડિવાઇસ કરતાં વિશિષ્ટ બનાવે છે.