AI Smartphone : AI+ Plus, AI+ Nova 5G Launch Price In India : આજે ભારતમાં AI+ નામની એક નવી સ્માર્ટફોન બ્રાન્ડ આવી છે. આ બ્રાન્ડ NxtQuantum Shift Technologies કંપની હેઠળ કામ કરશે. આ કંપનીના CEO અને સ્થાપક માધવ સેઠ છે, જેઓ અગાઉ Realmeનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. AI+ Plus અને AI+ Nova 5G Smartphone લોન્ચ કરવામાં આવ્યા છે.
AI Smartphone
AI+ Plus, AI+ Nova 5G Launch Price In India
AI+ Plus, AI+ Nova 5G Launch Price In India : AI+ Plus, AI+ Nova 5G ભારતમાં લોન્ચ કિંમત: AI+ Plus અને AI+ Nova 5G સ્માર્ટફોન 8 જુલાઈ, 2025 ના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ બંને હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આધારિત NxtQuantum OS સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે આ OS સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવ્યું છે. OS દાવો કરે છે કે MeitY (ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય) દ્વારા મંજૂર કરાયેલા Google ક્લાઉડ સર્વર્સ પર વપરાશકર્તા ડેટા સંગ્રહિત કરવામાં આવી રહ્યો છે. AI+ ફોન પણ ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ નવા સ્માર્ટફોનમાં 50MP પ્રાઇમરી રીઅર કેમેરા, મોટી 5000mAh બેટરી અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ જેવી સુવિધાઓ છે. તો ચાલો AI+ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણીએ…..
ડિસ્પ્લે
AI+ Plus અને AI+ Nova 5G સ્માર્ટફોનમાં 6.5 ઇંચનું HD+ IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ સ્માર્ટફોન પર વીડિયો જોવા હોય કે ગેમ રમવી હોય, સ્ક્રિનની સ્મૂથનેસ અને કલર રિપ્રોડક્શન ખુબ જ સરસ છે. સસ્તા ફોનમાં પણ વાઇડ વ્યુએંગલ અને એન્ટી-ગ્લેર સપોર્ટ મળવો એ પોતે એક મહત્વપૂર્ણ સમાચાર છે.
દમદાર પ્રોસેસર
AI+ Plus સ્માર્ટફોનમાં Unisoc T615 ચિપસેટ આપવામાં આવ્યું છે. જ્યારે AI+ Nova 5G સ્માર્ટફોનમાં Unisoc T8200 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે AI ટાસ્કને સરળતાથી હેન્ડલ કરે છે. AI voice recognition, image optimization, અને multitaskingમાં કોઈ પ્રોબ્લેમ નહિ આવે એવી કંપની ખાતરી આપે છે.
રેમ અને સ્ટોરેજ
તમને AI+ Pulse સ્માર્ટફોનમાં 2 વેરિઅન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે 4GB રેમ સાથે 64GB ઈન્ટરનલ સ્ટોરેજ અને 6GB રેમ સાથે 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જ્યારે AI+ Nova 5G સ્માર્ટફોનમાં પણ 2 વેરિઅન્ટ આપવામાં આવ્યા છે. 6GB રેમ સાથે 128GB ઈન્ટરનલ સ્ટોરેજ અને 8GB રેમ સાથે 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, અને તમે microSD કાર્ડથી 256GB સુધી સ્ટોરેજ વધારો કરી શકો છો. એટલે કે સ્કૂલ/કૉલેજના વિદ્યાર્થીઓ, મોટા ફોટા/વીડિઓ ધરાવનારા યુઝર્સ માટે પણ આ શ્રેષ્ઠ વિકલ્પ છે.
કેમેરા
AI+ Plus અને AI+ Nova 5G સ્માર્ટફોનના કેમેરાની વાત કરીએ તો બંને સ્માર્ટફોનમાં AI સંચાલિત ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં પાછળ 50MP+2MP ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. અને સેલ્ફી માટે 8MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. બન્ને સ્માર્ટફોનમાં AI Scene Detection, HDR અને નાઈટ મોડ, Face Beauty સાથે Low Lightમાં પણ ફોટા ક્લિયર આવે છે. social media અને ફોટોગ્રાફી લવર માટે perfect બનાવે છે.
મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
AI+ Plus અને AI+ Nova 5G સ્માર્ટફોનમાં તમને 5000mAh મોટી બેટરી આપવામાં આવી છે. જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. એક વખત ફૂલ ચાર્જ કર્યા પછી તમારો સ્માર્ટફોન દિવસભર ચાલશે. AI Power Optimization system એ બેટરી બચાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : Heavy Rain Warning : 8-14 જુલાઈ સુધી રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ઓપરેટિંગ સિસ્ટમ
આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ Google Cloud ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્રારા સંચાલિત છે. અને OS Android 15 પર આધારીત છે. જે ખાસ budget યુઝર્સ માટે Optimize કરવામાં આવ્યું છે. સાથે તેમાં તમને Google AI સુવિધાઓ મળશે જેમ કે AI Voice Typing, Smart Photo Sorting, Auto Background Blur.
કિંમત અને લોન્ચ
AI+ Pulse સ્માર્ટફોનની કિંમત (4GB RAM + 64GB) ની કિંમત 4,999 રૂપિયા અને (6GB RAM + 128GB) ની કિંમત 6,999 રૂપિયા છે. અને AI+ Nova 5G સ્માર્ટફોનની કિંમત (6GB RAM + 128GB) ની કિંમત 7,999 રૂપિયા અને (8GB RAM + 128GB) ની કિંમત 9,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન બ્લેક, બ્લૂ, મિનીમલ ગોલ્ડ એમ 3 રંગમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં આ સ્માર્ટફોન 8 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે. AI+ Pulse 5G સ્માર્ટફોન 12 જુલાઈથી વેચાણ કરવામાં આવશે. અને AI+ Nova 5G 13 જુલાઈથી વેચાણ કરવામાં આવશે. તમે એમેઝોન અને ફ્લિપકાર્ટ અને ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરી શકો છો.
AI+ સ્માર્ટફોન કઇ કંપનીએ બનાવ્યો ?
AI+ સ્માર્ટફોન NxtQuantum નામની કંપનીએ બનાવ્યો છે. રિયલમીના પૂર્વ સીઇઓ માધવ શેઠે તેની સ્થાપના કરી છે. કંપનીએ AI+ Nova 5G અને AI+ Pulse પ્રથમ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવ્યો છે.
નિષ્કર્ષ
જો તમે પણ₹4,999ના બજેટમાં પ્રીમિયમ પ્રોસેસર, AI કેમેરા, 90Hz ડિસ્પ્લે અને Android 14 મળે એવો સ્માર્ટફોન મળે તેની શોધમાં હોય તો તમારા માટે ખરેખર બેસ્ટ ડીલ છે. વિદ્યાર્થીઓ, ગ્રામીણ વિસ્તારોના યુઝર્સ કે પહેલી વાર સ્માર્ટફોન લેનારા માટે આ શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી માહિતી ઓનલાઇન સોર્સ અને બ્રાન્ડના પ્રેસ રિલીઝ પર આધારિત છે. કિંમત અને સ્પેસિફિકેશન્સ સમય સાથે બદલાઈ શકે છે. ખરીદી કરતા પહેલા ઑફિશિયલ વેબસાઇટ તપાસવી કરવી.
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
Q 1. આ AI Smartphone 5G સપોર્ટ કરે છે કે નહીં?
→ આ મોડેલમાં માત્ર 4G સપોર્ટ છે, પરંતુ આગળના મોડેલમાં 5G આવવાની શક્યતા છે.
Q 2. શું AI Smartphone ગેમિંગ માટે યોગ્ય છે?
→ PubG Lite, Free Fire Max જેવી લાઇટ ગેમ્સ સરળતાથી ચાલે છે.
Q 3. AI Smartphone નું સ્ટોરેજ વધારી શકાય છે?
→ હાં, 256GB સુધી SD કાર્ડ સપોર્ટ છે.
Q 4. AI Smartphone Face Unlock છે કે નહીં?
→ હાં, ફ્રન્ટ કેમેરા આધારિત Face Unlock ઉપલબ્ધ છે.
Q 5. AI Smartphone નું વજન કેટલુ છે?
→ માત્ર 190 ગ્રામ – પોકેટમાં સરળતાથી ફિટ થઈ જાય છે.