Ambalal Patel’s prediction : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે 18 જૂનથી 22 જૂન વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે, “આ વખતે વરસાદ માત્ર મોસમ નહીં, પરંતુ આફત બનીને આવશે.”
Ambalal Patel’s prediction
આ આગાહી પછી રાજ્યના લોકો અને વહીવટી તંત્ર વચ્ચે ચિંતા વ્યાપી ગઈ છે. અગાઉ પણ અંબાલાલ પટેલની આગાહીઓ સાચી પડી છે અને આ વખતે પણ તેમણે તીવ્ર ચેતવણી આપી છે.
શું કહ્યું અંબાલાલ પટેલે?
“અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે ભારે પવન સાથે કારણે 18 થી 22 જૂન દરમિયાન ગુજરાતના ઘણાં વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. લોકોને તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.”
વરસાદ કયા વિસ્તારોમાં સૌથી વધુ પડશે?
અંબાલાલ પટેલે આગાહી મુજબ 18 થી 22 તારીખ સુધી, ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરા ભાગોમાં આ પવનની ગતિ વધુ રહેશે અને ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, “18 થી 22 તારીખ સુધી મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને સિંધ ભાગોમાં આ ચક્રવાતની તીવ્રતા વધુ રહેશે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, ભાવનગર, આણંદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદનું જોર જોવા મળશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના કેટલાક ભાગો પણ ભારે વરસાદ જોવા મળશે.
ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 18 થી 22મી તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 22મી થી 25મી જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. ખેડૂતો માટે ચિંતા કરવાની કોઈ વાત નથી. 17મી તારીખથી ચોમાસુ સક્રિય રહેશે અને આદ્રા નક્ષત્રમાં પણ સારો વરસાદ અને ભારે વરસાદ પડી શકે છે.
વરસાદની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા https://mausam.imd.gov.in/
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ હવામાનની અપડેટ્સ, ટેક સમાચાર અને લેટેસ્ટ અપડેટ્સ નિયમિતપણે વાંચવા માટે અમારી વેબસાઇટ GujViral.com ની મુલાકાત લેતા રહો. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડે છે કોમેન્ટ કરીને જણાવો! અમે તમારા પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છીએ!