Colour Coded Sticker : ટ્રાફિકનો નવો નિયમ! આ સ્ટીકર નહિ લગાવો તો ભરવો પડશે 5000 રૂપિયાનું દંડ – જાણો સંપૂર્ણ માહિતી

By Jay Vatukiya

Published on:

Colour Coded Sticker
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Colour Coded Sticker : ભારત સરકાર વાહન વ્યવસ્થાને વધુ સંસ્થિત અને પર્યાવરણ અનુરૂપ બનાવવા માટે સતત નવા નિયમો લાવી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે અને રાજ્યોની RTO એ સાથે મળીને એક નવો કાયદો લાગુ કર્યો છે – Colour Coded Sticker લગાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે આ સ્ટીકર તમને જણાવે છે કે તમારું વાહન કયા ઇંધણ પર ચાલે છે.

દિલ્હીમાં હવે વાહનો પર આ સ્ટીકર લગાવવું ફરજિયાત છે. આ નિયમ હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે જો આ સ્ટીકર કોઈપણ વાહન પર ચોંટાડવામાં નહીં આવે, તો મોટર વાહન અધિનિયમ હેઠળ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આનો અર્થ એ છે કે માત્ર દંડ જ નહીં, પણ PUC પ્રમાણપત્ર પણ જારી કરવામાં આવશે નહીં. જો તમે તમારા વાહન પર આ સ્ટીકર લગાવવાનું ભૂલી જાવ છો, અથવા ખોટો સ્ટીકર લગાવશો, તો તમારા વાહન પર દંડ થઈ શકે છે.– અને દંડની રકમ રૂ. 5000 સુધી જઈ શકે છે.

Colour Coded Sticker શું છે? (HSRP)

Colour Coded Sticker એ એક વિશિષ્ટ ચિહ્ન છે જે તમારા વાહનમાં કયા પ્રકારનું ઈંધણ (ફ્યુઅલ) વપરાય છે તે દર્શાવે છે. આ સ્ટીકર હાઇ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) સાથે જ આવતું હોય છે અને તેને વાહનની આગળ અને પાછળના કાચ પર લગાવવું ફરજિયાત છે.

ફ્યુઅલના આધારે કલર કોડ શું છે?

લાઇટ બ્લૂ કલર (Light Blue):
પેટ્રોલ અને સી.એન.જી. (CNG) સંચાલિત વાહનો માટે છે.

નારંગી કલર (Orange):
ડીઝલથી ચાલતા વાહનો માટે છે.

ગ્રે કલર (Gray):
ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ઇંધણ વાહનો માટે છે.

Colour Coded Sticker લગાવવું કેમ ફરજિયાત છે?

પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર, તમામ ખાનગી અને વ્યાવસાયિક વાહનો પર HSRP સાથે મળીને કલર કોડેડ સ્ટીકર લાગવું જરૂરી છે. જે પણ લોકો પોતાની વાહન પર આ સ્ટીકર નહિ લગાવે, તેઓ મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 179 હેઠળ દંડને પાત્ર બની શકે છે.

Colour Coded Sticker ક્યાંથી મળે છે?

  1. ઓફિશિયલ HSRP પોર્ટલ પર
  2. અધિકૃત ડિલરશિપ / શોરૂમ
  3. પ્રમાણિત વાહન નંબર પ્લેટ સેવાઓ

Colour Coded Sticker મેળવવા માટે તમારે તમારું RC, ઈન્શ્યોરન્સ અને કારની વિગતો રજૂ કરવી પડે છે.

આ પણ વાંચો : IMD Rain Alert : આજે આ વિસ્તારમાં વરસાદ બોલાવશે ધબડાટી, જાણો હવામાન વિભાગની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment