COVID-19 In Gujarat : ગુજરાતમાં ફરી એકવાર Corona વાઈરસના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં COVID-19 ના નવા 167 કેસ નોંધાયા છે, જેના કારણે એક્ટિવ કેસનો આંકડો 600ને પાર પહોંચ્યો છે. ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે.
COVID-19 In Gujarat
રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 167 નવા કેસ નોંધાયા છે. હવે કુલ સક્રિય કોરોના કેસની સંખ્યા 600 ને વટાવી ગઈ છે. હાલમાં, રાજ્યમાં કુલ સક્રિય કેસ 615 છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા 15 થઈ ગઈ છે. જ્યારે 600 દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ, રાજકોટમાં પણ સક્રિય કોરોના કેસની સંખ્યા 43 પર પહોંચી ગઈ છે.એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે હાલનો વાયરસ ઓમિક્રોનનો સબટાઇપ વેરિઅન્ટ છે.
અમદાવાદમાં કોરોના કેસ
અમદાવાદ શહેરમાં ફરી Corona એ ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 નવા કેસ નોંધાયા છે. જ્યારે સોલા સિવિલમાં પાંચ ડોક્ટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સોલા સિવિલમાં ત્વચા વિભાગના 4 અને સ્ત્રીરોગ વિભાગના 1 ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં, બધા હોમ આઇસોલેશનમાં છે. અમદાવાદ પશ્ચિમ ઝોનમાં હાલમાં 107 એક્ટિવ કેસ છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 94, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 55, દક્ષિણ ઝોનમાં 26, પૂર્વ ઝોનમાં 19, ઉત્તર ઝોનમાં 13 અને મધ્ય ઝોનમાં 6 કેસ છે.
વડોદરા શહેરમાં કોરોનાના છ કેસ નોંધાયા છે. ભાયલી, છાણી, દિવાળીપુરા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરાના રામદેવનગરમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોનાના છ કેસ નોંધાયા બાદ મહાનગરપાલિકાની ચિંતા વધી ગઈ છે.
દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કેસ વધ્યા છે. દેશમાં કોરોનાના કેસ 4302 થી વધીને 4866 થયા છે. આ સમય દરમિયાન, આ જીવલેણ વાયરસને કારણે સાત લોકોના મોત થયા છે.
રાજધાની દિલ્હીની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં અહીં Corona ના 105 કેસ વધ્યા છે. આ પછી, અહીં કોરોનાના કેસોની સંખ્યા વધીને 562 થઈ ગઈ છે અને બે લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ મહિનાનું બાળક અને 87 વર્ષનો એક પુરુષનો સમાવેશ થાય છે.
કર્ણાટકમાં કોરોનાથી બે અને મહારાષ્ટ્રમાં ત્રણ દર્દીઓના મોત થયા છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો, ગુજરાતમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 508 પર પહોંચી ગઈ છે. કર્ણાટકમાં તે 436, કેરળમાં 1487, મહારાષ્ટ્રમાં 526 અને પશ્ચિમ બંગાળમાં 538 પર પહોંચી ગઈ છે.
📌 FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
Q1. શું કોરોના ફરીથી ગંભીર બની રહ્યો છે?
Ans: હાલે નોંધાતા કેસો સામાન્ય છે અને વધુના દર્દીઓ હોમ આઇસોલેશનમાં સાજા થઈ રહ્યા છે. ગંભીર સ્થિતિ જણાઈ નથી.
Q2. શું હવે ફરી લોકડાઉન આવી શકે?
Ans: હાલ સરકાર તરફથી લોકડાઉન અંગે કોઈ સૂચના નથી. પરંતુ પૂર્વસાવચેત રહેવા સૂચના અપાઈ છે.
Q3. શું હવે પણ રસી લેવી જરૂરી છે?
Ans: હા, ખાસ કરીને જો તમે બૂસ્ટર ડોઝ નહિ લીધો હોય તો જરૂર લઈ લો.
Q4. COVID-19 લક્ષણો શું છે?
Ans: ખાંસી, તાવ, થાક, ઘેટો દુખાવા, શ્વાસ લેવામાં તકલીફ, સૂંઘવાની ક્ષમતા ઘટવી.
Q5. ટેસ્ટ ક્યાં કરાવી શકાય?
Ans: નિકટતમ સરકારી દવાખાનામાં અથવા આરોગ્ય કેન્દ્રમાં.
📲 વધુ અપડેટ માટે જોડાયેલા રહો GujViral.com સાથે!