GSSSB Revenue Talati Recruitment 2025 | તલાટી ભરતી 2025 | Revenue Talati 2025

By Jay Vatukiya

Published on:

GSSSB Revenue Talati Recruitment 2025
WhatsApp Group Join Now
Telegram Group Join Now

GSSSB Revenue Talati Recruitment 2025 : ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) દ્વારા Revenue Talati ની જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તલાટી (ક્લાસ-3) ની 2389 જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. અહીં અમે તમને GSSSB Revenue Talati ભરતી 2025 વિશેની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં આપી છે.

આ ભરતીમાં, ફોર્મ ભરવાનું 26 મે 2025 થી શરૂ થશે અને 10 જૂન 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતીમાં 20 થી 35 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી અહીં નીચે આપવામાં આવી છે, ફોર્મ ભરતા પહેલા એકવાર સત્તાવાર સૂચના જરૂર વાંચવી.

GSSSB Revenue Talati Recruitment 2025

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામરેવન્યુ તલાટી (ક્લાસ-3)
કુલ જગ્યાઓ2389
નોકરીનું સ્થળગુજરાતના જિલ્લાઓ
અરજી શરૂ થવાની તારીખ26 મે 2025 (2:00 PM)
અરજી કરવાની છેલ્લી તારીખ10 જૂન 2025 (11:59 PM)
એપ્લિકેશન મોડઓનલાઈન
ક્યાં અરજી કરવીojas.gujarat.gov.in

GSSSB Revenue Talati Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી. ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ, 1967 મુજબ બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન. ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાઓમાં નિપુણતા.

વય મર્યાદા

20 થી 35 વર્ષ (ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.)

અરજી ફી

General માટે ₹500
SC/ST/SEBC/EWS/PwD/ભૂતપૂર્વ સૈનિક માટે ₹400

આપેલ સમય મર્યાદામાં અરજી ફી ચૂકવો. પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મેળવવા પાત્ર રહેશે. કોઈપણ સંજોગોમાં ફી પરત કરવાની નીતિ અંગેની સત્તાવાર સૂચના તપાસો. અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વાર તપાસો.

જરૂરી ડૉક્યુમેન્ટ

  1. ફોટો (પાસપોર્ટ સાઇઝ, વાઇટ બેકગ્રાઉન્ડ, અરજીની છેલ્લી તારીખથી 1 વર્ષથી જૂનો ન હોવો જોઈએ)
  2. સહી
  3. આધારકાર્ડ
  4. જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  5. નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
  6. EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
  7. ગ્રેજ્યુએટની માર્કશીટ
  8. મોબાઈલ નંબર
  9. ઈમેઈલ ID
  10. હાલ સરકારી નોકરીમાં જોડાયેલા હોય તો જોઈનિંગની તારીખ
  11. OJAS વેબસાઇટ પર રજીસ્ટ્રેશન નંબર (જો રજીસ્ટ્રેશન કરેલું હોય)

પગાર ધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના તલાટી (ક્લાસ-3) પદો માટેની પગાર ધોરણ ₹26,000 પ્રથમ 5 વર્ષ, ફિક્સ રહેશે.

મહત્વપૂર્ણ તારીખો

અરજી શરૂ થવાની તારીખ : 26 મે 2025 (2:00 PM)

અરજી કરવાની છેલ્લી તારીખ : 10 જૂન 2025 (11:59 PM)

GSSSB Revenue Talati Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં તલાટી (ક્લાસ-3) પદ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા સરળ છે. અહીં આપેલા સ્ટેપ અનુસરો:

  1. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જાઓ.
  2. Current Advertisement → View All પર ક્લિક કરો.
  3. જાહેરાત નંબર 301/202526 – તલાટીની બાજુમાં “Apply” પર ક્લિક કરો.
  4. ફોર્મ OTR (One Time Registration) અથવા ડાયરેક્ટ પદ્ધતિથી ભરો.
  5. ફોટો (વાઇટ બેકગ્રાઉન્ડ, છેલ્લી તારીખથી 1 વર્ષથી જૂનો ન હોવો જોઈએ) અને સહી અપલોડ કરો.
  6. ફી ચુકવો (જો લાગુ પડે).
  7. ફોર્મ સબમિટ કરો અને ફોર્મની કોપી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક

Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
GSSSB ઓફિશિયલ વેબસાઇટ:Click Here

આ પણ જુઓ : Gujarat Monsoon: આજે આ 7 જિલ્લાઓમાં છે ઓરેન્જ એલર્ટ જાહેર, આજે ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે જુઓ.

GSSSB Revenue Talati Recruitment 2025 – વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

પ્રશ્ન 1 : Revenue Talati 2025 કુલ કેટલી જગ્યાઓ છે?

જવાબ : 2389 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

પ્રશ્ન 2 : રેવન્યુ તલાટી માટે કઈ લાયકાત જરૂરી છે?

જવાબ : માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી. બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન. ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાઓમાં નિપુણતા.

પ્રશ્ન 3 : ઉંમર મર્યાદા કેટલી છે?

જવાબ : 20 થી 35 વર્ષ, અનામત વર્ગોને સરકારે નક્કી કરેલી છૂટછાટ આપવામાં આવશે.

પ્રશ્ન 4 : અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ : 10 જૂન 2025 (11:59 PM) અરજી કરી શકશો.

પ્રશ્ન 5 : Revenue Talati 2025 પગાર કેટલો આપવામાં આવશે?

જવાબ : પગાર ₹26,000 પ્રથમ 5 વર્ષ, ફિક્સ રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment