Gujarat Heavy Rain Forecast 6 Day : ગુજરાતમાં આગામી 6 દિવસ મુશળધાર વરસાદની આગાહી જાહેર, જાણો તમારા શહેરમાં ક્યારે પડશે ભારે વરસાદ અને શું છે હવામાન વિભાગનું એલર્ટ.
Gujarat Heavy Rain Forecast 6 Day
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યમાં વરસાદી વાતાવરણની શક્યતા છે. આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાંથી ડાંગ જિલ્લામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો છે. તે ઉપરાંત કપરાડામાં 9.5 ઇંચ, વઘઈમાં 7.7 ઇંચ, સુબીરમાં 7.1 ઇંચ, ધરમપુરમાં 6.6 ઇંચ, વાંસદામાં 6.6 ઇંચ, ધરમપુરમાં 6.6 ઇંચ, ખેરગામમાં 4.8 ઇંચ, ડોલવણમાં 4.1 ઇંચ, માણસામાં 3.9 ઇંચ, સુત્રાપાડામાં 3.8 ઇંચ, પાટણ વેરાવળમાં 3.8 ઇંચ, દહેગામમાં 3.6 ઇંચ, પારડીમાં 3.5 ઇંચ, ગોધરામાં 3.4 ઇંચ, વાપીમાં 3.3 ઇંચ, ગાંધીનગરમાં 3 ઇંચ, ચીખલીમાં 3 ઇંચ, કપડવંજમાં 2.8 ઇંચ, સાગબારામાં 2.8 ઇંચ, કોડીનારમાં 2.7 ઇંચ, તારાપુરમાં 2.5 ઇંચ અને અમદાવાદ શહેરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો.
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 21, 22 જૂનના રોજ કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, 22 થી 24 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદના કારણે, માછીમારોને 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના (IMD) જણાવ્યા મુજબ, 19 અને 20 તારીખે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
19 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અન્ય કોઈ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.
20 તારીખે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
21 તારીખે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
22મી તારીખે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
23મી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, મહેસાણા, અરવલ્લી, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
24મી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.