Gujarat Monsoon News : ગુજરાતમાં ચોમાસાની ક્યારે થશે એન્ટ્રી? હજુ કેટલી જોવી પડશે રાહ,જાણો શું છે આગાહી

By Jay Vatukiya

Updated on:

Gujarat Monsoon News
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Monsoon News : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સતત હળવો વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને એક મોટી અપડેટ આપી છે.

આજે ક્યાં વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે.

Gujarat Monsoon News

5 જૂન, 2025 ના રોજ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, વલસાડ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બોડેલીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

6 જૂન, 2025 ના રોજ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, સુરેન્દ્રનગર, વલસાડ, ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

7 અને 8 જૂન, 2025 ના રોજ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જીલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે?

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વાવાઝોડાને કારણે ચોમાસા પહેલાની ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, રાજ્યમાં હજુ સુધી ચોમાસાનો વરસાદ શરૂ થયો નથી. ચોમાસુ મુંબઈ પહોંચી ગયું છે, પરંતુ રાજ્યમાં હજુ સુધી ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ નથી. હવામાન વિભાગની (IMD)આગાહી મુજબ, ચોમાસું 15 જૂનની આસપાસ સત્તાવાર રીતે ગુજરાતમાં પ્રવેશ કરશે.

આ પણ જુઓ : Google Pay Loan 2025 : Google Pay પર મળશે લોન, જાણો તેની સંપૂર્ણ અને સરળ રીત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close