Gujarat Monsoon Updates 2025 : ગુજરાતમાં ૧૫ જૂનથી થશે મેઘતાંડવ! રાજ્યના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,

By Jay Vatukiya

Published on:

Gujarat Monsoon Updates 2025
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Monsoon Updates 2025 : ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હવામાન વિભાગે મોટા સમાચાર આપ્યા છે. 15 જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, 15 થી 22 જૂન, 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જે ચોમાસાના સત્તાવાર આગમનનો સંકેત આપે છે

ખેડૂતો માટે સારા સમાચાર છે કારણ કે વાવણી માટે હવામાન અનુકૂળ રહેશે. જોકે, ભારે વરસાદને કારણે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને વહીવટીતંત્રને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.

Gujarat Monsoon Updates 2025

અંબાલાલ પટેલની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની ચોમાસાને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેશે. ગુજરાતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં ગુજરાતીઓએ 34 થી 41 ડિગ્રી તાપમાન સહન કરવું પડી શકે છે. અનેક પ્રકારની સિસ્ટમોના નિર્માણને કારણે, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે.

આ પણ જુઓ : PM KISAN NIDHI YOJNA : 2000 રૂપિયાનો 20મો હપ્તો આ તારીખ થશે જમા, જાણો ક્યારે આવશે 20મો હપ્તો?

પરેશ ગોસ્વામીની આગાહી

હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસાની તીવ્રતાની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. 18 થી 22 જૂનની વચ્ચે ચોમાસુ બેસવાની શક્યતા છે. રાજ્યમાં તાપમાન વધી રહ્યું છે અને ભેજ ઘટી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ છૂટાછવાયા વરસાદ ચાલુ રહી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 10 જૂનથી દેશના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 10 જૂનથી દેશના દક્ષિણ રાજ્યો અને પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. આ સાથે, ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દ્રારા દિલ્હીમાં ધૂળના તોફાનની ચેતવણી આપી છે. ચોમાસુ નિર્ધારિત સમય કરતા વહેલું આવી ગયું છે અને દેશના તમામ ભાગોમાં ફેલાઈ રહ્યું છે. 10 જૂનથી દેશના મોટાભાગના ભાગોમાં વરસાદ શરૂ થવાની ધારણા છે.

અરબી સમુદ્રમાં બીજી એક મોટી સિસ્ટમ બની રહી છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની રહી છે. આ બે સિસ્ટમના કારણે 13 થી 19 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. 22 જૂન સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસુ બેસશે.

આ બે સિસ્ટમના કારણે દરિયામાંથી ભેજવાળા પવનો ઉપર જશે. બંગાળની ખાડી તરફ દોઢ કિલોમીટરથી ઉપરના પવનો માટે સ્થિતિ સારી છે. 13 થી 22 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે.

આ પણ જુઓ : Ration Card Scheme : રેશનકાર્ડ ધારકોને દર મહિને મળશે ₹1000 : સરકારે કરી મોટી જાહેરાત, જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરશો અરજી?

આજે ક્યાં વરસાદની આગાહી

આજે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજકોટ, અમરેલી, બોટાદમાં વરસાદની શક્યતા છે. ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 થી 14 જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 10 થી 13 જૂન દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં ભારે વરસાદ પડી શકે છે. 10 થી 14 જૂન દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, દક્ષિણ ભારતના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત, જો આપણે મધ્ય અને પૂર્વ ભારતની વાત કરીએ તો, 8 થી 12 જૂન દરમિયાન ઓડિશાના આંદામાન અને નિકોબારમાં વરસાદ પડવાની શક્યતા છે. 8 અને 9 જૂને મધ્યપ્રદેશમાં, 9 થી 10 જૂને છત્તીસગઢમાં અને 11 થી 14 જૂને ઝારખંડમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ જુઓ : Google Pay Loan 2025 : Google Pay પર મળશે લોન, જાણો તેની સંપૂર્ણ અને સરળ રીત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close