આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. અને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.
Gujarat Rain Updates
આજે ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
આજે ૨૪ મે ની વાત કરીએ તો, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ તેમજ તાપી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
25 તારીખે ક્યાં વરસાદની આગાહી
આવતી કાલે સમગ્ર ગુજરાતમા છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
26 તારીખે ક્યાં વરસાદની આગાહી
26 તારીખે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
27 તારીખે ક્યાં વરસાદની આગાહી
27 તારીખની વાત કરીએ તો ગુજરાતના બધા જ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે, શુક્રવારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં સાડા ત્રણ ઇંચ સુધી ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ, ગીરસોમનાથ અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. ગોંડલના વેજા ગામમાં વીજળી પડવાથી ખેતરમાં કામ કરતા એક વ્યક્તિનું મોત થયું હતું. અમરેલી જિલ્લામાં બપોર પછી ત્રણ કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો અને સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.