Gujarat Rain Forecast : કેરળમાં ચોમાસુ 24 મે 2025 શનિવારના રોજ બેસી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે કેરળમાં ચોમાસું આઠ દિવસ વહેલું શરૂ થયું છે. કેરળમાં ચોમાસાની શરૂઆતની સત્તાવાર તારીખ 1 જૂન છે. આ વર્ષે હવામાન વિભાગે મે મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે દેશમાં ચોમાસું વહેલું શરૂ થશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના બંદર પર સિગ્નલ નંબર 1 લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. આ સ્થળો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
જ્યારે સોમવાર, 26 મેના રોજ, ગાજવીજ સાથે ભારે વરસાદને કારણે અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના અલગ અલગ સ્થળોએ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
૨૪ મે, શનિવારે રાજ્યના ૩૧ થી વધુ તાલુકાઓમાં ગાજવીજ સાથે હળવો થી ભારે વરસાદ પડ્યો હતો. જેમાં સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા દરમિયાન, વલસાડના વાપી, નવસારીના નવસારી અને વાસંદામાં ૧ થી ૧.૫ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ૨૮ તાલુકાઓમાં ૧ ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
આ વર્ષે, કેરળમાં ચોમાસું આઠ દિવસ વહેલું શરૂ થયું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ તારીખ કરતાં ચોમાસું વહેલું શરૂ થયું છે અને આગામી દિવસોમાં ચોમાસાને આગળ વધારવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે. જોકે, આ સમય પહેલાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે અને તે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. જેના કારણે, ભારતના પશ્ચિમ કિનારાના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થયો છે.
આ પણ જુઓ : Google Pay Loan 2025 : Google Pay પર મળશે લોન, જાણો તેની સંપૂર્ણ અને સરળ રીત