Gujarat Rain Forecast: 48 કલાકમાં ચોમાસાની પધરામણી! 17-18 જૂને ભુક્કા બોલાવશે વરસાદ! અંબાલાલ પટેલની આગાહી - Gujviral.com Gujarat Rain Forecast: 48 કલાકમાં ચોમાસાની પધરામણી! 17-18 જૂને ભુક્કા બોલાવશે વરસાદ! અંબાલાલ પટેલની આગાહી - Gujviral.com

Gujarat Rain Forecast: 48 કલાકમાં ચોમાસાની પધરામણી! 17-18 જૂને ભુક્કા બોલાવશે વરસાદ! અંબાલાલ પટેલની આગાહી

By Jay Vatukiya

Published on:

Gujarat Rain Forecast
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Rain Forecast: ગુજરાતમાં પણ ચોમાસુ વહેલું પહોંચશે તેવા સંકેતો હતા, પરંતુ 26 તારીખથી ત્યાં જ ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે. એટલે કે, ચોમાસાએ વિરામ લીધો હતો. આવી સ્થિતિમાં, 19 દિવસ પછી ચોમાસાને લઈને શુભ સંકેતો મળ્યા છે.

ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે તેમના માટે સારા સમાચાર છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, આવતીકાલથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે, 14 જૂનથી 18 જૂન સુધી, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain Forecast

અમદાવાદ: આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન લીધે ખેડૂતો ખુશ થઈ ગયા હતા. કારણ કે, સામાન્ય ચોમાસાનું આગમન 1 જૂન દરમિયાન થતું હોય છે, પણ આ વખતે ચોમાસાએ 24 જૂને જ કેરળમાં દસ્તક આપી હતી. ત્યારબાદ, તે એક મોટી છલાંગ લગાવીને 26 તારીખ સુધીમાં ખૂબ જ ઝડપથી મહારાષ્ટ્રના મુંબઈ પહોંચી ગયું. આવી સ્થિતિમાં, એવા સંકેતો હતા કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આગમન કરશે, પરંતુ 26 તારીખથી, તેજ જગ્યાએ ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે. એટલે કે, ચોમાસામાં વિરામ સર્જાયો છે. આવી સ્થિતિમાં, 19 તારીખ પછી ચોમાસાને લઈને શુભ સંકેતો મળ્યા છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આ જોતાં, ગુજરાતમાં 72 કલાકમાં ચોમાસુ બેઠી શકે છે. ચોમાસુ સૌપ્રથમ 13 જૂનથી દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. 15 થી 18 જૂન દરમિયાન વરસાદી ગતિવિધિઓમાં વધારો થશે, 16 અને 18 જૂને દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે.

વરસાદની આગાહીની વાત કરીએ તો, રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે. હળવાથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આવતીકાલે ક્યાં વરસાદની આગાહી

આવતીકાલે એટલે કે 14 જૂને રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, સુરપુર, સુરેન્દ્રનગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, ઉમરેઠમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

15 જૂને ક્યાં વરસાદની આગાહી

15 જૂને રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, પંથક, અરવલ્લી, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 જૂને ક્યાં વરસાદની આગાહી

16 જૂને સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ જુઓ : ચમત્કાર! અમદાવાદ પ્લેન ક્રેશમાંથી જીવતો બહાર આવ્યો એક વ્યક્તિ, જુઓ વાયરલ વીડિયો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close