Gujarat Rain Forecast 2025 : આ તો ટ્રેલર હતું, હજી તો વરસાદ ભુક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલ આગાહી

By Jay Vatukiya

Published on:

Gujarat Rain Forecast
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Rain Forecast : છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain Forecast

હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, આણંદ અને ભરૂચમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

⚠️ હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે (IMD) પણ 18 જૂનથી ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ અને ઓરેંજ એલર્ટ જાહેર કર્યુ છે. આ એલર્ટ મુજબ અતિભારે વરસાદ સાથે ક્યારેક ધોધમાર પવન અને વીજળી પણ જોવા મળી શકે છે.

હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર જાહેરાત કરી છે. માહિતી આપતાં વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 24 કલાકમાં લો પ્રેશર બનાવશે. આ લો પ્રેશર વોલમાર્ટ લો પ્રેશરમાં પરિવર્તિત થશે. રાજ્યમાં 2 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. મંગળવારે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં 18 થી 22 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પવનની ગતિ 25/35 કિમી પ્રતિ કલાક રહેશે. તેથી, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું કે, “હજુ તો આ ટ્રેલર છે, વરસાદ ભુક્કા બોલાવશે“. એટલે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડવાની શકયતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 17 જૂનથી 21 જૂન વચ્ચે ગુજરાતના ઘણા જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને નીચેના જિલ્લાઓમાં વધુ ચેતી જવું જરૂરી છે:

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. 17 થી 21 જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે વિશ્વ વાસુનું વર્ષ હોવાથી વાતાવરણમાં વધુ ગાજવીજ થશે. આ ઉપરાંત કેટલાક ભાગોમાં વીજળી પણ પડી શકે છે. 26 થી 30 દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં નદીઓ છલકાઈ જશે. આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. નવસારી, સુરતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ રાજકોટમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : Gujarat weather alert : વરસાદનો રેડ અલર્ટ! આગામી 3 દિવસ ગુજરાત માટે ઘાતક બની શકે – આજે ક્યાં વરસાદની આગાહી જુઓ

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ હવામાનની અપડેટ્સ, ટેક સમાચાર અને લેટેસ્ટ અપડેટ્સ નિયમિતપણે વાંચવા માટે અમારી વેબસાઇટ GujViral.com ની મુલાકાત લેતા રહો. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડે છે કોમેન્ટ કરીને જણાવો! અમે તમારા પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છીએ!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close