Gujarat Rain Updates : રાજ્યમાં હાલમાં હળવો થી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 2 દિવસમાં વરસાદનું જોર વધશે અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના કોઈપણ ભાગમાં હાલમાં ભારે વરસાદની શક્યતા નથી. આ બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Gujarat Rain Updates
આજે ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કાર્યરત છે. જેના કારણે દક્ષિણ ગુજરાત તરફના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને પણ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, હવામાન વેધર મુજબ, આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 2 દિવસ કયા જિલ્લામાં વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી (IMD)મુજબ, આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદની સંભાવના છે. એટલે કે, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, આણંદ, દાહોદ, પંચમહાલ, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી 2 દિવસ સુધી સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ભાગનગર, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં હળવા વરસાદની સંભાવના છે.
રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે?
અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ થી 24 મેના રોજ કેરળથી Monsoon ની શરૂઆત થઈ હતી. જે મહારાષ્ટ્ર તરફ આગળ વધી હતી, જેના કારણે મહારાષ્ટ્રમાં ચોમાસું વહેલું શરૂ થયું હતું. સામાન્ય રીતે, ચોમાસું 10 જૂને મહારાષ્ટ્રમાં આવે છે, પરંતુ આ સિસ્ટમને કારણે તે 25 મેના રોજ મહારાષ્ટ્ર પહોંચ્યું હતું. જોકે, અહીં ચોમાસું પાછળથી સ્થગિત થઈ ગયું હતું. જેના કારણે ચોમાસું 12 જૂનની આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલ આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, ઉત્તર અને દક્ષિણ પશ્ચિમમાં ફૂંકાતા ગરમ પ્રવાહોને કારણે ચોમાસાએ વિરામ લીધો છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 8 થી 12 જૂન દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદ પડશે. બીજી તરફ, અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે આગાહી કરી છે. તેમના મતે, 12 જૂન પછી ગુજરાતમાં Monsoon વેગ પકડશે. રાજ્યમાં 12 થી 18 જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ જુઓ : Google Pay Loan 2025 : Google Pay પર મળશે લોન, જાણો તેની સંપૂર્ણ અને સરળ રીત