Gujarat Rain Updats : ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ ચાલુ છે. રાજ્યના હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આવતીકાલે પણ વરસાદી સ્થિતિ ચાલુ રહેવાની છે.
Gujarat Rain Updats
કાલે ક્યાં વરસાદની આગાહી
આવતીકાલે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે અહીં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં કડાકા ભડકા સાથે જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ માને છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા ખૂબ ઓછી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, હવે દરિયામાં ફક્ત કરંટ જ જોવા મળશે અને તેની અસર ગુજરાતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે. 28 થી 31 મે દરમિયાન ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલના મતે, આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ સારી રહેશે. જોરદાર પવનને કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત તરફથી વાવાઝોડાનો ભય લગભગ ટળી ગયો છે. આજે એક સ્પષ્ટ નીચા દબાણવાળી સિસ્ટમ ડિપ્રેશનમાં રચાશે. આ ડિપ્રેશન દક્ષિણ કોંકણ કિનારે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં કેન્દ્રિત થશે. જેના કારણે મહારાષ્ટ્રમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે. કોંકણ, ગોવા અને મુંબઈમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે.