Gujarat Red Alert : રેડ એલર્ટ જાહેર! આવતીકાલે ભૂક્કા કાઢશે વરસાદ, જાણો કયા વિસ્તારોમાં વધુ ખતરો

By Jay Vatukiya

Published on:

Gujarat Red Alert

Gujarat Red Alert : ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે અને રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ ને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Red Alert

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની (IMD)તાજેતરની આગાહી અનુસાર બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે, જેના પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 🔸ખેડૂતો માટે આનંદના સમાચાર: PM કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ તારીખે ખાતામાં જમા થશે?

આજે ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહી મુજબ, આજે 16 જૂને, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહી મુજબ, 17 જૂને જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં પીળો એલર્ટ જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gujarat Rain Forecast: 48 કલાકમાં ચોમાસાની પધરામણી! 17-18 જૂને ભુક્કા બોલાવશે વરસાદ! અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, આગામી દિવસોમાં ગુજરાતમાં મુખ્ય બે તબક્કામાં ભારે વરસાદ પડશે.

પ્રથમ તબક્કો (19 જૂન સુધી): 19 જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડશે.

બીજો તબક્કો (26 થી 30 જૂન): 26 જૂનથી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદની પ્રબળ સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેના માટે વહીવટીતંત્રને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

કાલે ક્યાં કેટલો વરસાદ પડ્યો

ગઈકાલે રાજ્યમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે, જેમાં અડધાથી છ ઇંચ સુધી ભારે વરસાદ પડ્યો હતો. વડોદરાના ડભોઇમાં 6 ઇંચ, સંખેડામાં 5 ઇંચ, ઉમરપાડામાં 3.5 ઇંચ, ખંભાળા અને માંગરોળમાં ૨.૫ ઇંચ, મેંદરડા, વિસાવદર અને કેશોદમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો અને અનેક નદીમાં ધોડાપૂર પણ આવ્યું.

આ પણ વાંચો : Google Pay Loan 2025 : Google Pay પર મળશે લોન, જાણો તેની સંપૂર્ણ અને સરળ રીત

તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડે છે કોમેન્ટ કરો. હવામાનની લેટેસ્ટ અપડેટ મેળવવા GujViral.com જોતા રહો.

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close