Gujarat weather alert : ગુજરાતમાં 2/3 દિવસ થી વરસાદી માહોલ જામ્યો છે, ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજ્ય પર 4 સિસ્ટમ એક સાથે એક્ટિવ થતાં ચોમાસાને ગતિ મળતાં રાજ્યમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગઈ કાલે ગુજરાતના ભાવનગર અને બોટાદમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. જળબંબાકાર
Gujarat weather alert
છેલ્લા 24 કલાકમાં ક્યાં વરસાદ પડ્યો?
ગુજરાતમાં 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે ભાવનગર અને બોટાદ જિલ્લામાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે. બોટાદના ગઢડામાં 13.9 ઇંચ, પાલિતાણામાં 11.9 ઇંચ, સિહોરમાં 11.6 ઇંચ, બોટાદમાં 11 ઇંચ, જેસરમાં 10.7 ઇંચ, ઉમરેલામાં 10.4 ઇંચ, સાવરકુંડલામાં 10 ઇંચ, મહુવામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે.

આજે ક્યાં ક્યાં વરસાદ પડશે
આજે મંગળવાર, 17 જૂન રોજ અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહાસાગર અરવલ્લી, ખેડા, આણંદ, જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

18 જૂને કયા જિલ્લાઓમાં વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા, અમદાવાદમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર, રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

19 જૂને ક્યાં ક્યાં વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ, 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે, જે હળવો થી મધ્યમ વરસાદ રહેશે. દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
વધુ માહિતી માટે હવામાન વિભાગ IMD વેબસાઇટ https://mausam.imd.gov.in ચેક કરો.
તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડે છે કોમેન્ટ કરો.