Gujarat Weather News : આજે ગુજરાતના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, વરસાદનું રેડ એલર્ટ જાહેર

By Jay Vatukiya

Published on:

Gujarat Weather News
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Weather News: હાલો મિત્રો, ગઈ કાલે આપડે વાત કરી હતી કે ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે, અને રાતે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, ગઈકાલે સાંજે રાજ્યમાં અચાનક વાવાઝોડું આવ્યું અને થોડું નુકસાન થયું. આ સાથે, મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો, જેના કારણે લોકો અને ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જોકે, આ મુશ્કેલીઓ હજુ આવવાની બાકી છે, કારણ કે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

20મો હપ્તો જાહેર

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 થી 3 દિવસમાં ચોમાસુ મુંબઈ પહોંચી શકે છે. જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મુંબઈમાં મધ્યરાત્રિથી સતત વરસાદને કારણે સોમવારે સવારે ટ્રેનોને અસર થઈ રહી છે.

Gujarat Weather News

આજે ક્યાં વરસાદની આગાહી

હવામાન વિભાગે હાલમાં આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તે પછી પણ ત્રણ દિવસ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 26 મેના રોજ, એટલે કે આજે, દક્ષિણ ગુજરાત જિલ્લાના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ જુઓ : Ration Card Scheme : રેશનકાર્ડ ધારકોને દર મહિને મળશે ₹1000 : સરકારે કરી મોટી જાહેરાત, જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરશો અરજી?

રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વલસાડ, દમણ અને દાદરા નગરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ માટે યલો એલર્ટ. અરબી સમુદ્રમાં ઓછા દબાણને કારણે કમોસમી વરસાદ પડશે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, સિસ્ટમ આગળ વધતાં
સૌરાષ્ટ્રમાં 28 થી 31 મે દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદ પડશે. દરિયો ખૂબ જ તોફાની બનશે. દરિયામાં કરંટ જોવા મળશે. પવનની ગતિ 65-70 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. 28 મે થી 27 જૂન દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે. કેરીના પાકને નુકસાન થઈ શકે છે. ચોમાસુ 6 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરશે. આ વરસાદને કારણે વાવણી ન કરો. 21 જૂન પછી વાવણી કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close