ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત આથ્રેયા શેટ્ટીના મતે, ઉત્તર ગુજરાતમાં 2 અને 3 મેના રોજ વરસાદ થવાની સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. ત્યારબાદ 3 મે પછી, સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.
એક તરફ, ગુજરાતમાં લોકો ગરમીથી પરેશાન છે. મોટાભાગના જિલ્લાઓમાં હાલની સ્થિતિ એવી છે કે ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. આવા સમયે, હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીના મતે, આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમાં આગામી 2 અને 3 મેના રોજ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા છે. જેના કારણે ખેડૂતો પહેલાથી જ આ કમોસમી માવઠાથી ચિંતિત છે.
શુક્રવારથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. અગાઉ, થોડા દિવસ પહેલા, ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારબાદ, ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું આગમન થશે.
૨ અને ૩ મેના રોજ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. ૩ મે પછી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાત આથ્રેયા શેટ્ટીએ સમગ્ર મામલે આ વરસાદની આગાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતો હાલમાં આ કમોસમી વરસાદથી ચિંતિત છે. ખેડૂતો ખાસ કરીને કેરીના પાકને લઈને ચિંતિત છે. આગાહી મુજબ, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. જેના કારણે ખેડૂતો હાલમાં તેમના પાકને લઈને ચિંતિત છે.