Gujarat Wethar News : આવતીકાલે ગુજરાતને ઘમરોળશે વરસાદ, 25 જિલ્લામાં વરસાદની મોટી આગાહી

By Jay Vatukiya

Published on:

Gujarat Wethar News
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Wethar News : ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે, આગામી મહિનાથી રાજ્યમાં ચોમાસુ બેસશે, પરંતુ અગાઉના વરસાદે ઘણી જગ્યાએ વિનાશ સર્જ્યો છે. હવામાન વિભાગ અને આગાહીકારોના મતે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં છે. હાલમાં, ચોમાસું દેશના મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના ઘણા ભાગોમાં પહોંચી ગયું છે અને આગામી 9 દિવસ પછી ગુજરાતમાં પ્રવેશ કરશે.

Gujarat Wethar News

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં ચોમાસું ઉત્તર અને ઉત્તરપૂર્વ તરફ વધુ ઝડપથી આગળ વધશે અને પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં સંપૂર્ણપણે સક્રિય થઈ જશે.

2000 નો 20મો હપ્તો જમા

આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરી છે. નવીનતમ અપડેટમાં, વાવાઝોડા પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાન પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હાલમાં ત્રણ વરસાદી સિસ્ટમો એક સાથે સક્રિય હોવાથી, વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, બે દિવસ સુધી છૂટાછવાયા હળવો થી મધ્યમ વરસાદ પડશે.

આવતીકાલે ક્યાં વરસાદની આગાહી

આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્રારકા અને બોટાદ જિલ્લાના વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન જોરદાર પવન ફૂંકાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત, IMD એ દક્ષિણ ગુજરાત ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

24 કલાકમાં 89 તાલુકામાં ખાબક્યો વરસાદ

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે, છેલ્લા 24 કલાકમાં 89 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. અરવલ્લીના મોડાસામાં સૌથી વધુ 2.36 ઇંચ, પાટણમાં સરસ્વતીમાં 2.17 ઇંચ, પાટણ અને આંકલાવમાં 1.97 ઇંચ, મહેસાણામાં 1.81 ઇંચ અને પોશીનામાં 1.77 ઇંચ વરસાદ પડ્યો છે.

આ પણ જુઓ : Ration Card Scheme : રેશનકાર્ડ ધારકોને દર મહિને મળશે ₹1000 : સરકારે કરી મોટી જાહેરાત, જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરશો અરજી?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close