Heavy Rain Warning : 8-14 જુલાઈ સુધી રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

By Jay Vatukiya

Published on:

Heavy Rain Warning

Heavy Rain Warning : રાજ્ય હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ વરસાદી જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આવતીકાલે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Heavy Rain Warning

હવામાન વિભાગની વરસાદની આગાહી

હવામાન વિભાગની IMD આગાહી મુજબ, આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, આગામી ત્રણ દિવસ માટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જુલાઈ 12 સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમના મતે, ગુજરાતમાં 22 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન વરસાદની મજબૂત સિસ્ટમ બનશે. જેને લઈને 2થી 10 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : Vastu Tips : ઘરમાં ક્યારેય ખાલી ન રાખો આ 3 વસ્તુઓ: હળદર, લોટ અને ચોખા નહિ તો આવે ગરીબી, જાણો કારણ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close