IMD forecast : 2 જીલ્લામાં રેડ તથા રાજકોટ સહિત સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

By Jay Vatukiya

Published on:

IMD forecast

IMD forecast : આગામી 24 કલાકમાં ગુજરાતમાં મેઘરાજાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી શકે છે! ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે ગુજરાતના બે જિલ્લામાં રેડ એલર્ટ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બુધવારે રાત્રે 9.43 વાગ્યે IMD દ્વારા જાહેર કરાયેલા બુલેટિન મુજબ, ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગે (IMD) એ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં 8 ઇંચ (200 મિલીમીટર) થી વધુ વરસાદ પડવાની સંભાવના છે. આવા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની, નદીઓમાં પૂર આવવાની અને જનજીવનને વિવિધ રીતે અસર થવાની સંભાવના છે.

સાત જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે અહીં ભારેથી અતિ ભારે વરસાદ (115 મિલીમીટરથી 200 મિલીમીટર, એટલે કે 4 થી 8 ઇંચ) પડવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં પોરબંદર, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓના નાગરિકોને પણ અત્યંત સાવધ રહેવા અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Wethar Updates Gujarat : આજથી એક જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીઓ

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close