July Rain Alert : 8 જૂલાઈ સુધી દેશમાં ભારે વરસાદનું એલર્ટ, સાત દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી

By Jay Vatukiya

Published on:

July Rain Alert

July Rain Alert : અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યના લગભગ 70% ખેડૂતોએ વાવણી કરી નાખી છે. તેમ છતાં, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ઓછા વરસાદને કારણે વાવણી બાકી રહી છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈ મહિના માટે સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિના સૌથી ભારે વરસાદ પડવાની શકયતા છે. જુલાઈની શરૂઆતથી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક પછી એક સિસ્ટમ્સ બનશે. જેના કારણે ગુજરાતમાં સતત વરસાદની શક્યતા છે.

જુલાઈ મહિનાની શરૂઆતમાં 1 થી 8 જુલાઈ દરમિયાન, ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. જેના કારણે નવા ઉગાડેલા પાક પૂરજોશમાં ખીલશે, જ્યારે ગુજરાતના તમામ વિસ્તારોમાં ઠંડી જેવું વાતાવરણ જોવા મળશે. જુલાઈ મહિનામાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેશે. કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 1 થી 8 જુલાઈમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર, સોમનાથ, દ્વારકા, જામનગર, રાજકોટ, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અંકલેશ્વર, સુરપુર, ભરૂચ, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાઓમાં સાંબેલાધાર પૂર જેવો ભારે વરસાદ થશે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : Today Rain Forecast : આજે 28 જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે; 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close