July Rain Forest : આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા છે અને આગળ પણ તે ધોધમાર વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે જુલાઈ અને ઓગસ્ટમાં પણ ભારે વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ આગાહી કરી છે અને કહ્યું છે કે આ વખતે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાં ભારે વરસાદ પડી શકે છે.
July Rain Forest
જુલાઈ-ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું અનુમાન
પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે જુલાઈ પણ ભારે વરસાદ પડી શકે છે. આની પાછળનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકામાં વરસાદની સિસ્ટમ બદલાઈ ગઈ છે. સામાન્ય રીતે, બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચે છે અને ઉત્તર તરફ આગળ વધે છે, પરંતુ છેલ્લા એક દાયકામાં આ પદ્ધતિ બદલાઈ ગઈ છે. અને આ સિસ્ટમ મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાને બદલે ગુજરાત તરફ આગળ વધે છે, જેના કારણે ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં લગભગ 15 દિવસ વરસાદી માહોલ જોવા મળશે અને 15 દિવસ વરાપ જોવા મળશે. સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ પડશે.
ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી વાતાવરણ ચાલુ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલા ઉપરી હવાના પરિભ્રમણને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે.
ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના (IMD) જણાવ્યા મુજબ, ગુજરાતમાં ખાસ કરીને 2 થી 3 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ દિવસો માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, વહીવટીતંત્ર અને નાગરિકોને સાવધ રહેવાની સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત, બાકીના સાત દિવસ માટે સમગ્ર રાજ્યમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવે છે.