July Rain Updates : વરસાદનો બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે ? બે સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગની મોટી આગાહી

By Jay Vatukiya

Published on:

July Rain Updates

July Rain Updates : ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાના પહેલા જ રાઉન્ડમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળ્યો છે. હવે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, કારણ કે હાલમાં ગુજરાત પર બે મુખ્ય વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે.

July Rain Updates

અંબાલાલ પટેલની આગાહી

નવી અપડેટ મુજબ, ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ આવશે, અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. રાજ્યમાં હવે વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના હાલના ભેજવાળા પ્રવાહોને કારણે, 3 થી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. 6 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ બનશે, જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. 15 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે (IMD)જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 2 જુલાઈ અને 3 જુલાઈએ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. રાજસ્થાન, ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વીજળી પડી શકે છે.

આવતીકાલે ક્યાં વરસાદની આગાહી

આવતીકાલે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

4 જુલાઈએ ક્યાં વરસાદની આગાહી

4 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, ગાંધીનગર, કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 જુલાઈએ ક્યાં વરસાદની આગાહી

5 જુલાઈએ અરવલ્લી, મહિસાગર, દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, છોટા ઉદેપુર, પંચમહાલ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો : માત્ર 2 લોકો પાસે છે ભારતની સૌથી મોંઘી કાર – Rolls-Royce Phantom VIII EWB કિંમત જાણીને ચોંકી જશો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close