Latest News : શું 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે? સરકારનું આવ્યું નિવેદન

By Jay Vatukiya

Published on:

Latest News

Latest News : છેલ્લા કેટલાક દિવસોથી, 500 રૂપિયાની નોટોના નોટબંધીની ચર્ચા સમાચારોમાં જોર પકડી રહી છે. મીડિયામાં એવી અફવાઓ ચાલી રહી છે કે બજારમાંથી 500 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવામાં આવી શકે છે. રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને નિર્દેશ જારી કર્યા પછી, બજારમાં આ ચર્ચાએ એક અલગ જ વળાંક લીધો. ચાલો જાણીએ રિઝર્વ બેંકે શું જાહેર કરી.

ભારતીય રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને એટીએમમાં ​​100 અને 200 રૂપિયાની નોટોનું પરિભ્રમણ વધારવા માટે નિર્દેશ જારી કર્યો હતો. આ બાબત ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને 500 રૂપિયા અને તેથી વધુની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપી.

શું હતો સમગ્ર મામલો

રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને એક નિર્દેશ જારી કર્યો હતો કે, ATMમાં 100 અને 200 ની નોટોનું ચલણ વધારવું જોઈએ, અને આ નિર્દેશ પછી, દેશના નાણાકીય બાબતોથી વાકેફ લોકો આ નિર્દેશને પોતાની રીતે જોવા લાગ્યા. એક નિષ્ણાતે તો એમ પણ કહ્યું કે પહેલા ATMમાં 100 અને 200 ની નોટનું ચલણ વધારવામાં આવશે, અને પછી ધીમે ધીમે 500 ની નોટ બજારમાંથી દૂર કરવામાં આવશે.

જાણો શું છે સત્ય

જ્યારે બજારમાં 500 રૂપિયાની નોટ બંધ કરવાની ચર્ચાએ જોર પકડ્યું, ત્યારે સરકારના ફેક્ટ-ચેકિંગ યુનિટ પીઆઈબીને ટ્વીટ કરવાની ફરજ પડી. પીઆઈબીની આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કેપિટલ ટીવી નામની યુટ્યુબ ચેનલે 500 રૂપિયાની નોટ બંધ કરવાના સમાચાર જાહેર કર્યા છે તેમાં કોઈ સત્ય નથી. સરકારના ફેક્ટ-ચેકિંગ યુનિટ પીઆઈબીએ આ સમાચારને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. પીઆઈબીનું કહેવું છે કે રિઝર્વ બેંક દ્વારા આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. 500 રૂપિયાની નોટ ચલણમાં રહેશે.

આ પણ વાંચો : Gujarat Monsoon News : ગુજરાતમાં ચોમાસાની ક્યારે થશે એન્ટ્રી? હજુ કેટલી જોવી પડશે રાહ,જાણો શું છે આગાહી

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close