Gujarat Rain News : આજે વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી

By Jay Vatukiya

Published on:

Gujarat Rain News

Gujarat Rain News : દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થઈ ગયું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 7 દિવસ સુધી વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain News

આજે ક્યાં વરસાદ પડશે?

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 30 મે, 2025, શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, સૌરાષ્ટ્રના દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની સંભાવના છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 30 મે થી 1 જૂન સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠે પવનની ગતિ 40 થી 45 કિમી પ્રતિ કલાક રહેશે.

આ પણ જુઓ : PM KISAN NIDHI YOJNA : 2000 રૂપિયાનો 20મો હપ્તો આ તારીખ થશે જમા, જાણો ક્યારે આવશે 20મો હપ્તો?

📢 Follow Us: Google News | Instagram | Facebook | Telegram
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close