Microlino Electric Car Range : દુનિયાની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર, ફુલ ચાર્જમાં 177 કિમીની રેન્જ, જાણો શું છે ખાસ

By Jay Vatukiya

Published on:

Microlino Electric Car Range
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Microlino Electric Car Range : હાલો દોસ્તો, આજે આપણે દુનિયાની સૌથી નાની બે સીટર ઈલેક્ટ્રિક કાર વિશે જાણીશું, જે ફુલ ચાર્જ પર 177 કિમી સુધી દોડી શકે છે. અને માત્ર 2 જ કલાક માં ફૂલ ચાર્જ થઈ જાય છે. તો ચાલો જાણીએ આ Microlino Electric Car Range વિશેની ખાસિયતો અને કિંમત.

Microlino Electric Car Range : Microlino એક અનોખું બે-સીટર ઇલેક્ટ્રિક વાહન છે, જે લગભગ 8 વર્ષ પહેલાં પહેલી વાર રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તે યુરોપિયન રસ્તાઓ પર ચર્ચાનો વિષય બની ગયું છે. તેની ડિઝાઇન માત્ર આકર્ષક જ નથી, પરંતુ આ કાર ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પણ વારંવાર જોવા મળે છે.

હાલમાં તેનું નવું વેરિઅન્ટ Microlino સ્પિયાજિયા લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં રેટ્રો લુક અને આધુનિક ટેકનોલોજીનું અદ્ભુત મિશ્રણ છે. તેની ખાસ વાત એ છે કે આ કાર વાસ્તવમાં પરંપરાગત કાર નથી પરંતુ L7e શ્રેણીની ક્વાડ્રિસાઇકલ છે.

Microlino Electric Car Range

રેન્જ અને પ્રદર્શન

Microlino ત્રણ અલગ મોડલમાં આવે છે અને દરેકમાં અલગ બેટરી કૅપેસિટી સાથે રેન્જ આપે છે:

Urban મોડલ – રેન્જ લગભગ 91 કિમી

Dolce મોડલ – રેન્જ લગભગ 177 કિમી

Competizione મોડલ – રેન્જ લગભગ 230 કિમી

બધા મોડલ્સની ટોપ સ્પીડ છે 90 km/h.
0 થી 50 કિમીની ઝડપ સુધી પહોંચવામાં લગભગ 5 સેકંડ લાગે છે, જે શહેર માટે પર્યાપ્ત છે.

બેટરી અને ચાર્જિંગ સમય

Microlino ત્રણ અલગ અલગ બેટરી વિકલ્પો આપે છે:

6 kWh (Urban) – ચાર્જિંગ સમય ~4 કલાક

10.5 kWh (Dolce) – ચાર્જિંગ સમય ~4 કલાક

14 kWh (Competizione) – ચાર્જિંગ સમય ~5 કલાક

તમામ મોડલ્સ 230V નોર્મલ પલગ સાથે ચાર્જ થઈ શકે છે. કોઈ વિશિષ્ટ ચાર્જર કે ફાસ્ટ ચાર્જિંગની જરૂર નથી.

સાઈઝ અને સ્ટોરેજ

Microlinoનાં પરિમાણો એવા છે કે તે સહેલાઈથી નાના પાર્કિંગ સ્પોટમાં ફિટ થઈ જાય:

લંબાઈ: 2.5 મીટર

પહોળાઈ: 1.47 મીટર

ઊંચાઈ: 1.5 મીટર

વજન: આશરે 435 કિગ્રા

કિંમત અને ઉપલબ્ધતા

Microlino યુરોપિયન માર્કેટમાં હાલ ઉપલબ્ધ છે અને તેની કિંમત અંદાજે €15,000 થી શરૂ થાય છે (ભારતીય રૂપિયામાં આશરે ₹13,50,000 થી ₹18,00,000 સુધી). ભારતમાં તેની ઉપલબ્ધતા અંગે હજુ સુધી જાહેરાત નથી.

જો તમે શહેરમાં ટૂંકા દૈનિક પ્રવાસો માટે એક શક્તિશાળી, પોર્ટેબલ અને ઈકો-ફ્રેન્ડલી કાર શોધી રહ્યાં છો, તો આ Microlino Electric Car Range એ તમારા માટે પરફેક્ટ પીક હોઈ શકે છે.

આ પણ જુઓ : Sun Transit: થોડા કલાકોમાં સૂર્ય કરશે શુક્ર નક્ષત્રમાં પ્રવેશ, આવતીકાલથી બદલાશે આ ત્રણ રાશીઓનું નસીબ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close