Monsoon : કેરળમાં ચોમાસાની શરૂઆત : ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

By Jay Vatukiya

Published on:

Monsoon
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Monsoon : ભારતના દક્ષિણ ભાગમાં ચોમાસાની ઋતુએ જોરદાર પ્રવેશ કર્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, કેરળમાં આજે 24 મે 2025ના રોજ ચોમાસાનું આગમન સમયસર થયું છે. તેની સાથે દેશના બીજા અનેક વિસ્તારોમાં પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં આ વર્ષે આઠ દિવસ વહેલા ચોમાસાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે જે તારીખ જાહેર કરી હતી તેના કરતાં પણ ચોમાસાની વહેલી શરૂઆત થઈ ગઈ છે.

સામાન્ય રીતે, ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે અને પછી ધીમે ધીમે ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધે છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની હતી અને તે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ હતી. જેના કારણે ભારતના પશ્ચિમ કિનારાના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થયો હતો.

ગુજરાતમાં ચોમાસું (Monsoon )ક્યારે પહોંચશે?

હવામાન નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે ૧૫ જૂનથી ૨૦ જૂનની વચ્ચે દક્ષિણ ગુજરાતથી ચોમાસુ ગુજરાતમાં આવે છે. પરંતુ આ વર્ષે, દક્ષિણ ભારત અને અરબી સમુદ્ર પર સક્રિય ચોમાસાની સિસ્ટમને કારણે, ચોમાસુ થોડું વહેલું આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી અને સુરત જિલ્લાઓમાં પહેલો વરસાદ ૧૨-૧૫ જૂનની વચ્ચે જોવા મળી શકે છે.

કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે?

હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, નીચેના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે:

દક્ષિણ ગુજરાત: વલસાડ, નવસારી, સુરત, તાપી

મધ્ય ગુજરાત: વડોદરા, નર્મદા

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો: પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી

આ વિસ્તારોમાં પહેલા વરસાદની સાથે કેટલાક સ્થળોએ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. ખેતી સાથે સંકળાયેલા લોકોને હવામાન વિભાગની સૂચનાઓને ધ્યાનમાં રાખીને ખેતી સંબંધિત નિર્ણયો લેવાની સલાહ આપવામાં આવી છે.

ચાલો આશા રાખીએ કે આ વર્ષનું ચોમાસુ ખેડૂતો માટે શુભ રહેશે અને પુષ્કળ વરસાદ સાથે કૃષિ ઉત્પાદનમાં વધારો લાવશે. ગુજરાતમાં ચોમાસુ ક્યારે અને કેટલું આવશે તે જાણવા માટે હવામાન વિભાગના અપડેટ્સ નિયમિતપણે તપાસતા રહો.

આ પણ જુઓ : Gujarat Rain : આગામી 5 દિવસ ગાજવીજ ભારે વરસાદની આગાહી, આજે ક્યાં પડશે વરસાદ જુઓ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close