Monsoon News : હવામાન વિભાગે તેની તાજેતરની આગાહીમાં કહ્યું છે કે આ વર્ષે દેશમાં સરેરાશ ૧૦૬ ટકા વરસાદ પડી શકે છે. જ્યારે તેનાથી ઉપર કે નીચે ૪ ટકાનો તફાવત હોઈ શકે છે. અગાઉ ૧૦૫ ટકા વરસાદની અપેક્ષા હતી, જેનો અર્થ એ થયો કે આ વખતે ૧ ટકા વધુ વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરી છે.
Monsoon News
આવતીકાલે ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
આગાહી મુજબ સુરત, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, બનાસકાંઠામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સપ્તાહે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા છે. રાજ્યમાં 29 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે દીવના ગીર સોમનાથમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 30, 31 તારીખે દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.
ક્યાં કેટલો વરસાદ પડ્યો?
રાજ્યના ૩૪ તાલુકામાં સવારે ૬ થી ૧૦ વાગ્યા દરમિયાન વરસાદ પડ્યો છે. ભરૂચના હાંસોટમાં સવારે ૬ થી ૧૦ વાગ્યા દરમિયાન અઢી ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના મહુવામાં અઢી ઇંચ, ભરૂચના નેત્રંગમાં બે ઇંચ, ભરૂચમાં બે ઇંચ, સુરતના માંગરોળમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે.
કામરેજમાં એક ઇંચ, ધોલેરામાં એક ઇંચ, ઝઘડિયામાં એક ઇંચ, નાંદોદમાં એક ઇંચ, તળાજામાં એક ઇંચ, વાગરામાં એક ઇંચ, તિલકવાડામાં અડધો ઇંચ, ધારીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. શિનોરમાં અડધો ઇંચ, જ્યારે તાલાલામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
આ પણ જુઓ : Mercury Transit : કાલે બુધ કરશે શુક્રમાં ગોચર, આ 3 રાશિઓનો શરૂ થશે સુવર્ણકાળ