New Rain Round : હવામાન વિભાગની આગાહી મુજબ, 12 જૂન પછી ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા ભાગના વિસ્તારોમાં વરાપ જોવા મળ્યો છે. 12 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના નથી. જોકે, કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
New Rain Round
હવામાન વિભાગની IMD આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે જો બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર મધ્યપ્રદેશ તરફ આગળ વધે છે, તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના છે. 12 થી 14 જુલાઈની આસપાસ ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદની આગાહી છે.
આવતીકાલે ક્યાં વરસાદની આગાહી
આવતીકાલે 10 જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ભારે પવન સાથે અને વીજળી પડવાની પણ શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે 22 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેના કારણે 2 થી 10 ઇંચ વરસાદ પડશે.
છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ
- તાપીના કુકરમુંડામાં 2.40 ઈંચ વરસાદ
- તાપીના નિઝરમાં 2.05 ઈંચ વરસાદ
- સુરતના ઉમરપાડામાં 1.57 ઈંચ વરસાદ
- નર્મદાના સાગબારામાં 1.46 ઈંચ વરસાદ
- જામનગરમાં 1.1 ઈંચ વરસાદ
- સુરેન્દ્રનગરના વઢવાણમાં 1 ઈંચ વરસાદ
- મોરબીના વાંકાનેરમાં 1 ઈંચ વરસાદ
- સુરેન્દ્રનગરના દસાડામાં પોણો ઈંચ વરસાદ
- સુરેન્દ્રનગરના દસાડામાં પોણો ઈંચ વરસાદ
- સુરેન્દ્રનગરના મૂળીમાં પોણો ઈંચ વરસાદ
- મોરબીના ટંકારામાં પોણો ઈંચ વરસાદ